Ahmedabad News/ SGVP હોસ્પિટલ પણ ખ્યાતિના માર્ગે, ડેડબોડી આપવામાં ગલ્લાંતલ્લાં

અમદાવાદની હોસ્પિટલોમાં માનવતા કેટલી મરી પરવારી છે તેનો વધુ એક પુરાવો એસજીવીપી હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. હોસ્પિટલે બિલ ચૂકવણીને લઈને મૃતકના સગાને તેનો મૃતદેહ સોંપવાનો ઇન્કાર કર્યો હતો.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદની હોસ્પિટલોમાં માનવતા કેટલી મરી પરવારી છે તેનો વધુ એક પુરાવો એસજીવીપી હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. હોસ્પિટલે બિલ ચૂકવણીને લઈને મૃતકના સગાને તેનો મૃતદેહ સોંપવાનો ઇન્કાર કર્યો હતો. દર્દીના સગાએ વીમો હોઈ કેશલેસ સારવાર કરાવી હોવા છતાં જ્યાં સુધી બિલ ક્લીયર ન થાય ત્યાં સુધી મૃતદેહ સુપ્રદ કરવાનો ઇન્કાર કર્યો હતો.

તેના લીધે સમાચારનું કવરેજ કરવા આવેલા મંતવ્ય ન્યૂઝે મેદાનમાં ઉતરવુ પડ્યુ હતુ ત્યારે મૃતકના સગાને માંડ-માંડ દર્દીનો મૃતદેહ હોસ્પિટલે માંડ-માંડ આપ્યો હતો. રાત્રે એક વાગે મૃત્યુ પછી પણ એસજીવીપી હોસ્પિટલે દર્દીનો મૃતદેહ ન આપતા તેના કુટુંબીજનોએ પોલીસ અને મીડિયાનો સહારો લેવો પડ્યો હતો. તેઓએ પોલીસ અને મીડિયા આગળ તેની વાત કહેતા બંને ચોંકી ઉઠ્યા હતા અને બંનેએ આ કેસમાં દરમિયાનગીરી કરી હતી. તેના પછી હોસ્પિટલે ડેડબોડી આપી હતી.

આ અંગે જ્યારે હોસ્પિટલના મેનેજમેન્ટને પૂછવામાં આવ્યું તો મેનેજમેન્ટે રીતસરનું મૌન ધારણ કરી લીધું હતું.  હોસ્પિટલે કેશલેસ સારવાર હોવા છતાં પણ તેના એપ્રુવલની રાહ જોઈ હતી. છેવટે મંતવ્ય ન્યૂઝે મામલો હાથમાં લેતા હોસ્પિટલે ડેડબોડી આપી દીધી હતી.

આ બતાવે છે કે હોસ્પિટલમાં જો કોઈ દર્દીનું મૃત્યુ થાય તો કેશલેસ સારવાર હોવા છતાં પણ હોસ્પિટલો ડેડબોડી આપવામાં કેવું કરે છે તે આનું ઉદાહરણ છે. ખ્યાતિ હોસ્પિટલે બતાવ્યું છે કે તેણે માનવતાના મૂલ્યો કેવી રીતે વિસારે પાડી દીધા છે. હવે એસજીવીપી હોસ્પિટલે પણ બતાવ્યું કે તે પણ ખ્યાતિ હોસ્પિટલના જ માર્ગે છે. મેનેજમેન્ટ આ પ્રકારના અમાનવીય વલણને લઈને તેનું મોઢું બંધ કરી દે તેનાથી તેની જવાબદારી પૂરી થઈ જવાની નથી. કેશલેસ સારવારમાં એપ્રુવલમાં વાર લાગી તેમા દર્દીના સગાનો શું ગુનો. તે હોસ્પિટલ અને થર્ડ પાર્ટી વચ્ચેની વાત છે. આ રીતે દર્દીના મૃતદેહને રોકીને રાખીને હોસ્પિટલે તેની સેવાને લાંછન લગાડ્યા છે અને માનવીય મૂલ્યોની ગરિમાને અભેરાઈ પર ચડાવી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ સ્કેમ: ગુજરાત મેડિકલ કાઉન્સિલ નહોર વગરનો વાઘ સાબિત થઈ

આ પણ વાંચો: દરેક હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત થશેઃ ખ્યાતિ હોસ્પિટલ સ્કેમ પછી સરકાર હરકતમાં

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળિયાની ધરપકડ