Ahmedabad News/ પીપળી અનુસૂચિત જાતિ સમાજ સ્મશાન ખોદકામ મામલે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ

વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ મુદ્દે ધોલેરા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: ધોલેરા (Dholera) તાલુકાના પીપળી ગામ ખાતે અનુસૂચિત જાતિ સમાજ નું 200 વર્ષ જૂનું સ્મશાન આવેલ હતું જેમાં કથિત રીતે કેટલાક લોકો દ્વારા ખોદાણ કરવામાં આવતા અહીં સ્મશાનમાંથી અસ્થિઓ બહાર આવી ગયા હતા અને પાળિયાઓને નુકશાન થતા અનુસૂચિત જાતિ આગેવાનો દ્વારા હોબાળો કરી વિરોધ કરવામાં આવ્યો હતો. જે મુદ્દે ધોલેરા પોલીસ મથકમાં વિનોદભાઈ ચાવડા દ્વારા સમીરભાઈ નામના વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ મુદ્દે ધોલેરા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ધોલેરાના પીપળી ગામે 200 વર્ષથી અનુસૂચિત જાતિ સમાજ માટે સ્મશાન જે જગ્યા પર હતું તે જગ્યા પર કેટલાક લોકો દ્વારા જમીનમાં ખોદાણ કરી નાખતા અનુસૂચિત જાતિ સમાજના પૂર્વજોના અસ્થિઓ બહાર આવી ગયા હતા તથા પાળિયાઓને પણ વ્યાપક નુકસાન કરવામાં આવ્યું હતું જેને લઈ વિરોધનો સૂર ઉઠ્યો હતો અને પ્રાંત અધિકારીને રજુઆત કરવામાં આવતા પ્રાંત અધિકારી વિઘાસાગર, ડીવાયએસપી વાગીશા જોશી, ધારાસભ્ય કાળુ ડાભી, ધોલેરા પીઆઇ જાની તથા રેવન્યુ અધિકારીઓનો સરકારી કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

જે અનુસંધાને મોડી રાત્રે પીપળીના વિનોદભાઈ ચાવડા દ્વારા સમીરભાઈ નામના વ્યક્તિ સામે અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાવવા માટે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અનુસૂચિત જાતિના અગ્રણી મુકેશ કોરડીયા, વિનોદભાઈ ચાવડા તથા અન્ય આગેવાનો દ્વારા તેમના પૂર્વજોનું અપમાન થયું હોવાનું અને લાગણી દુભાઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું અને આવા તત્વો સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.

@હરિઓમ સોલંકી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: