Valsad News: વલસાડની શાળાઓમાં બાળકોને પોષણક્ષમ આહાર તરીકે અપાતા અનાજમાં જીવાત નીકળી છે. આટલું જ નહીં વલસાડની મરઘમાળ અને મોટી ઢોલડુંગરી શાળામાં મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં સડેલું અનાજ મળ્યું આવ્યું છે. ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જીવાત વાળા અનાજની બોરીઓ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે. સડેલું અનાજ આપીને શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ છે.
આપને જણાવી દઈએ કે. જયારે મંતવ્યની ટીમ ધરમપુરની મરઘમાળ અને મોટી ઢોરડુંગરી શાળામાં પહોચ્યું ત્યારે ત્યાં રહેલ અનાજમાં જોયું તો જીવાત વાળા અનાજની બોરીઓ મળી આવી હતી. જે બાદ ધરમપુર તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલ પણ શાળાએ પહોચ્યા હતા.
આ પણ વાંચો:દાંતામાં સરકારી અનાજમાં નીકળી જીવાત, શાળામાં અપાય છે મધ્યાહન ભોજન
આ પણ વાંચો:સરકારી અનાજના ગોડાઉનમાંથી જીવાત પ્રસરતા ગામલોકો ત્રાહિમામ
આ પણ વાંચો:ઢોર પણ ન ખાય એવું અનાજ બાળકો માટે! શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાં અસંખ્ય જીવાત
