Gandhinagar News : ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ગાંધીનગર જિલ્લાના મદદનીશ ભુસ્તરની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લામાં ચાલુ વર્ષ 2024-25 દરમ્યાન ક્ષેત્રીય ટીમ દ્વારા સતત અલગ-અલગ વિસ્તારોમાં રાત્રિ-દિવસના સમયે આસ્મિક ચેકીંગની કામગીરી હાથ ધરી છે. ખનિજના બિનઅધિકૃત વાહનના 228 કેસો, ખનનના 39 કેસો અને સંગ્રહના 33 કેસો કરવામાં આવેલ છે. જે ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કુલ 300 કેસો કરી કુલ 2.93 કરોડની વસુલાત કરવામાં આવેલ છે. તેમજ બિનઅધિકૃત વહન અને સંગ્રહના ૫૫ કેસોમાં નિયમોનુસાર દંડકીય કાર્યવાહી હાલ ચાલુમાં છે. જેની વધુ આવક સરકારમાં આગામી સમયમાં થશે.
ચાલુ વર્ષ દરમ્યાન ખનિજના બિનઅધિકળત ખનન/વહન/સંગ્રહ સબબની કુલ 2 પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.
(1) માહે જુલાઇ 2024 દરમ્યાન માણસા તાલુકાના વરસોડા નદીપટ્ટ ખાતે રેતી ખનિજના ગેરકાયદેસર ખાણકામ સબબ તપાસ હાથ ધરી એક એકસ્કેવેટર મશીન અને એક કેનને સિઝ કરીને, 45142297 મે.ટન રેતી ખનિજના બિનઅધિકૃત ખનનની કુલ 15.29 કરોડની દંડકીય રકમની 06 ઇસ્મો વિરુધ્ધ માણસા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.
(2) તેમજ ગાંધીનગર તાલુકાના શાહપુર ગામની નદીપટ્ટ ખાતે માહે નવેમ્બર 2024 દરમ્યાન તપાસ હાથ ધરી બિનઅધિકૃત રેતી ખનન કરતાં 2 લોડર મશીનો અને 2 ડમ્પરો એમ કુલ આશરે 80 લાખના મુદ્દામાલને સિઝ કરવામાં આવેલ. જે 17308.64 મે.ટન સારેતી ખનિજના પ્રતિબંધિત વિસ્તારમાંથી બિનઅધિકૃત ખનન સબબની રૂ.0.70 કરોડની દંડકીય વસુલાત સબબની કુલ 4 ઇસ્મો વિરૂધ્ધ ડભોડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરીયાદ દાખલ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગર તાલુકાના સરગાસણ ખાતે સાદીરેતી ખનિજના અને નાના ચિલોડા ખાતે સાદીરેતી અને બ્લેકટ્રેપ ખનિજના બિનઅધિકૃત સંગ્રહની તપાસ હાથ ધરવામાં આવેલ. જયાં સ્થળ પરથી મશીનરી અને વાહનો જપ્ત કરી, જેની આગળની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ અન્ય OS કેસોમાં બેજમેન્ટ વિસ્તાર ખાતે તપાસ હાથ ધરી સાદીમાટી ખનિજના બિનઅધિકૃત ખનનના 4 કેસોમાં કુલ રૂ.4.31 કરોડની દંડકીય વસુલાત સબબની નોટીસ અત્રેથી પાઠવવામાં આવેલ છે અને 2 કેસોમાં આગળની નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: દાહોદમાં ખાણખનીજ વિભાગ રેત માફિયા પર ત્રાટક્યુ, 6 કરોડનો માલ જપ્ત
આ પણ વાંચો: ખનીજ ચોરી અને ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી: 40 વાહનો જપ્ત, કરોડોનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું મેગા ઓપરેશન “કુદરતના દુશ્મન”, ખનીજ માફિયાઓ બન્યા બેફામ
