Gandhinagar News/ BZ ગ્રુપ બાદ વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ! કરોડોની છેતરપિંડી મામલે 1ની ધરપકડ

પૈસા ડબલ કરવાની લાલચ આપી આરોપી રોકાણ કરાવતો હતો

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: BZ ગ્રુપ બાદ વધુ એક પોન્ઝી સ્કીમ (Ponzi Scheme)નો પર્દાફાશ થયો છે. નાઉ સ્ટાર વે કંપની થકી કરોડોની છેતરપિંડી (Fraud) કરાતા સીઆઈડી ક્રાઈમે પાલનપુરથી નિરંજન શ્રીમાળીની ધરપકડ કરી છે.

‘એક કા ડબલ’ કેસનો ચકચાર મચાવતો BZ ગ્રુપના કેસમાં ખુલાસાઓ થઈ રહ્યાં છે ત્યારે પાલનપુરમાં Now Start Way કંપની થકી પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી આરોપી નિરંજન શ્રીમાળીએ પાલનપુર(Palanpur)ના માલિક સાથે છેતરપિંડી કરી હતી. પાલનપુરમાં દુકાનના માલિકની જાણ બહાર નોટરી કરી બાનાખત કરી નાખ્યો હતો. દુકાન માલિકે છેતરપિંડીનો અહેસાસ થતાં ગાંધીનગર CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરતા માલૂમ પડ્યું કે, સિદ્ધપુરના વ્યક્તિ સાથે પણ 11 લાખ લઇ છેતરપિંડી કરી હતી. પૈસા ડબલ કરવાની લાલચ આપી આરોપી રોકાણ કરાવતો હતો. હાલ CID ક્રાઈમની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરુ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં BZ ગ્રુપ જેવું કૌભાંડ સામે આવ્યું, 300 કરોડથી વધુની છેતરપિંડી

આ પણ વાંચો:BZ ગ્રુપ કૌભાંડના આરોપી નરેન્દ્ર પ્રજાપતિના 3 દિવસના રિમાન્ડ મંજૂર

આ પણ વાંચો:સાબરકાંઠામાં BZ ગ્રુપનું કૌભાંડ, ઊંચા કમિશનની લાલચે શિક્ષકો પણ એજન્ટ બન્યાં