Gandhinagar News : રાજ્યના હાઇવે પર ખોટા પરવાનાઓ સાથે વ્યવસાય કરતી 27 હોટલ્સ પર તંત્રએ કડક કાર્યવાહી કરી છે. છેલ્લા એક વર્ષથી કેટલીક હોટલો હિન્દુ નામનો દુરુપયોગ કરી એસટી બસના મુસાફરોને લૂંટતી હતી. આ હોટલ્સના માલિકોએ ખોટા પરવાનાઓ મેળવી GSRTC પાસેથી હિન્દુ નામનો ઉપયોગ કરતાં હતા, જે હાલ રદ કરવામાં આવ્યા છે.
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે કડક પગલાં લેતા જણાવ્યું કે, આવા ખોટા પરવાનાઓ સાથે ચાલતી હોટલ્સને સજા મળવાની છે, અને ભવિષ્યમાં આ પ્રકારના ગુનાઓ પર કાબૂ પાડવા માટે તંત્ર દ્વારા નિયમિત ચકાસણી કરવામાં આવશે. આ હોટલ્સના પરવાનગીને રદ કરીને રાજ્યમાં ગતિશીલ પરિવહન વ્યવસ્થા અને ટૂરિઝમ ક્ષેત્ર માટે સકારાત્મક સાબિત થશે.
આ પણ વાંચો: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શેંત્રુજયનો પ્રવાસ કરી ભગવંતોના આશીર્વાદ મેળવ્યા
આ પણ વાંચો: ‘હાથમાં દંડો લઇને બેસો, ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે’, હર્ષ સંઘવીની મહિલાઓને સલાહ
આ પણ વાંચો: ટ્રાફિક નિયમ ભંગ સામે રાજ્યમાં 365 દિવસ ચલાવો પોલીસ ડ્રાઈવ: હર્ષ સંઘવી
