Gujarat News/ અમૂલ ડેરીએ દૂધના ભાવમાં ઘટાડો કરતા ગ્રાહકોને રાહત

ગુજરાતની પ્રજાને અમૂલે રાહત આપતો નિર્ણય લીધો છે.

Top Stories Gujarat Breaking News

Gujarat News: અમૂલ (Amul Dairy) ડેરીએ દૂધના (Milk Price) ભાવમાં ઘટાડો કરતા ગ્રાહકોને રાહત મળી છે. અમૂલે ગુજરાતના બજારોમાં દૂધના ભાવમાં પ્રતિ લીટર 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કંપનીએ આજે દૂધના ભાવમાં ઘટાડની જાહેરાત કરી હતી. અમૂલ ગોલ્ડ, તાજા, ટી. સ્પેશિયલના 1 લીટરના પાઉચના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.

ગુજરાતની પ્રજાને અમૂલે રાહત આપતો નિર્ણય લીધો છે. દૂધના ભાવમાં ઘટાડો કરતા હવે અમૂલ ગોલ્ડ 1 લીટરનો નવો ભાવ રૂપિયા 65, અમૂલ ટી સ્પેશિયલનો નવો ભાવ રૂપિયા 61 અને અમૂલ તાજાનો નવો ભાવ રૂપિયા 53 કર્યો છે. દૂધના ભાવમાં ઘટાડો કરતા દૂધની બનાવટોમાં પણ ભાવ ઘટે તેવી લોકોને આશા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમૂલ બાદ મધર ડેરીએ વધાર્યા ભાવ

આ પણ વાંચો:અમેરિકનો પણ હવે અમૂલ દૂધ પીશે, 108 વર્ષ જૂની ડેરી સાથે ડીલ કરવામાં આવી

આ પણ વાંચો:ખેડામાં અમૂલ ડેરીના કર્મચારીઓનો વિરોધ