Surendranagar News/ બકરથળીની જર્જરિત કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગરના બકરથળી ગામમાં જર્જરીત કેનાલમાં પાણી છોડાંતા, ખેડૂતોની જમીનને નુકસાન….

Gujarat Others Breaking News

Surendranagar News : સુરેન્દ્રનગરના બકરથળી ગામમાં જર્જરિત કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. કેનાલની જર્જરિત હાલતના કારણે પાણી લીકેજ થાય છે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ કેનાલને તાત્કાલિક રીપેર કરવાની માંગ કરી છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના બકરથળી ગામમાં જર્જરિત માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. કેનાલમાં પિયત માટે પાણી છોડવામાં આવતા તૂટેલી કેનાલના કારણે ખેડૂતોની જમીન પર અસર થઈ રહી છે. દર વર્ષે કેનાલો રીપેરીંગ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં કામગીરી ન થતા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. જીરૂ, અજમા જેવા પાકોને નુકસાન થતું હોવાનો પણ ખેડૂતોએ જણાવ્યું છે.

વધુમાં, ખેડૂત રણજિતસિંહ ઝાલાએ કહ્યું કે, “કેનાલ જર્જરિત હાલતમાં છે, જેના કારણે પાણી લીકેજ થાય છે અને પાકને નુકસાન થાય છે.” ખેડૂત ઉદય જાદવે જણાવ્યું કે, “અમે દર વર્ષે કેનાલ રીપેરીંગ માટે પૈસા ભરીએ છીએ, પરંતુ કોઈ કામગીરી થતી નથી.” ખેડૂતોએ તાત્કાલિક કેનાલને રીપેરીંગ કરવાની માંગ કરી છે.

@ ASHOK RAMI


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કરોડો ખેડૂતો માટે સારા સમાચાર, PM કિસાનનો 19મો હપ્તો આ દિવસે બહાર પાડવામાં આવશે

આ પણ વાંચો: જેતપુરમાં ભાદર નદી કાંઠાના 4 ગામોના ખેડૂતોએ પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે નોંધાવ્યો વિરોધ

આ પણ વાંચો: ગોકળગાય ગતિએ મગફળીની ખરીદી: ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં