Rajkot News: રાજકોટ(Rajkot)ના જેતપુર(Jetpur)માં ભાદર નદી (Bhadar River) કાંઠાના 4 ગામોના ખેડૂતોએ પ્રદૂષણયુક્ત પાણી (Polluted Water) છોડવા મુદ્દે વિરોધ કર્યો છે. પ્રદૂષિત પાણીથી ખેડૂતોની ખેતીની જમીન ઉજ્જડ બની રહી છે, જીપીસીબીની બેદરકારીને કારણે ખેડૂતોને હાલાકી વેઠવી પડી છે.
પ્રદૂષણને કારણે ફક્ત મનુષ્યો જ નહીં, પશુ-પક્ષી, પાણી, જમીન, હવાને પણ માઠી અસર પહોંચે છે. ગામડા વિકસિત કરવા ફેક્ટરીઓ સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ ઔદ્યોગિક વિકાસની દોડમાં નદી પ્રદૂષિત થતાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકામાં ભાદર નદી કાંઠાના 4 ગામોના ખેડૂતોએ આ મામલે વિરોધ નોંધાવ્યો છે.
ભાદર નદીમાં પ્રદૂષિત પાણી છોડાતા મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ કરી રામધૂન પણ બોલાવી હતી. જેમાં કેરાળી, લુણાગરા, લુણાગરી, પાંચ પીપળા ગામોના ખેડૂતોએ પ્રદૂષિત પાણી વહી રહ્યાં અંગે રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોની માગ છે કે પ્રદૂષણ માફિયાઓ પર લગામ લગાવવામાં આવે. પ્રદૂષિત પાણીથી ખેડૂતોની ખેતીની જમીન ઉજ્જડ બની રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાદર નદીમાં પ્રદૂષિત પાણી છોડાતા ખેડૂતોએ સરકાર સામે અસરકારક પગલા લેવા માગ કરી છે.
આ પણ વાંચો:‘મેટ્રો સિટી’ અમદાવાદનો પૂર્વ વિસ્તાર વિકાસની બાબતમાં પછાત, પ્રદૂષિત વાતાવરણમાં રહેવા લોકો મજબૂર
આ પણ વાંચો:વહીવટીતંત્રના પ્રિમોન્સુન કામગીરીના દાવા પોકળ, પ્રદૂષિત પાણીનો કકળાટ
આ પણ વાંચો:વડોદરામાં પ્રદૂષિત પાણી પીવા નાગરિકો લાચાર