Ahmedabad News/ વહીવટીતંત્રના પ્રિમોન્સુન કામગીરીના દાવા પોકળ, પ્રદૂષિત પાણીનો કકળાટ

અમદાવાદ (Ahmedabad)માં પ્રિમોનસુન (Pre Monsson) કામગીરી કરાઈ હોવાનો વહીવટીતંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
Cricket Tutorials YouTube Thumbnail 2024 08 20T152111.931 વહીવટીતંત્રના પ્રિમોન્સુન કામગીરીના દાવા પોકળ, પ્રદૂષિત પાણીનો કકળાટ

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં પ્રિમોનસુન (Pre Monsson) કામગીરી કરાઈ હોવાનો વહીવટીતંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. હાલમાં તંત્રના દાવાને ખુલ્લા પાડતા શહેરના અનેક વિસ્તારો સાબિતી આપી રહ્યા છે. શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા નજરે પડે છે. તંત્ર દ્વારા શહેરમાં પ્રિમોનસુન કામગીરીનો દાવો કરાયો હતો. આ કામગીરીમાં કોર્પોરેશને ગટર અને કેચપીટ વ્યવસ્થિત રીતે સાફ કર્યા હોવાનું જણાવ્યું હતું.

અમદાવાદમાં હળવા વરસાદમાં પણ CTM પાસે ગટરના પાણી (Sewage water) રસ્તા પર ઉભરાયા. હાલમાં શહેરમાં વરસાદનો છાંટોય પડ્યો નથી ત્યારે વગર વરસાદે શહેરના રોડ પર ગંદા પાણી વહ્યા છે. ગંદા પાણી શહેરમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ફેલાવાનો ડર છે. આવી સ્થિતિમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય છે.

ચોમાસાની સિઝનમાં આ વખતે વરસાદે (Rain) ભારે આતંક મચાવ્યો હતો. કેદારનાથથી લઈને કેરળ સુધી વરસાદે તબાહી મચાવતા ભૂસ્ખલનના દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાતમાં પણ દ્વારકા સહિતના અનેક સ્થાનો પર ભારે વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ અમદાવાદમાં વરસાદની લહેર જ જોવા મળી હતી. અને આવા હળવા વરસાદમાં પણ શહેરમાં અત્ર અને તત્ર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ગંદકીના કારણે શહેરજનોને બીમારીનો ભય છે. ગંદકીના કારણે ખાસ કરીને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધી શકે છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના અનેક શંકાસ્પદ કેસો નોંધાયા છે. આ વાયરસ એક માખીના કારણે થાય છે. અને આથી જ ગટરના પાણીના ફેલાવાના કારણે આવા ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થવાનો ભય છે. ખાસ કરીને ઘરની બહાર રમતા બાળકોને રમત-રમતા મચ્છર કરડી જાય છે અને કેટલીક વખત તેઓ ગંભીર બીમારીના શિકાર થાય છે જે તેમના મોતનું કારણ બને છે. શહેરના લોકોને મચ્છરજન્ય બીમારીઓનો ભોગ ના બને વહીવટીતંત્ર દ્વારા સ્પ્રે છંટકાવ કરાતા હોવાનો તેમજ કેટલીક ગટરો સાફ કરી હોવાનો દાવો કરાતો હતો. પરંતુ તાજેતરમાં CTM પાસે ગટરના ઉભરાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે તે તંત્રની પ્રીમોનસુન કામગીરી પર સવાલ ઉઠાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ-રાજકોટ હાઇવે પર પ્રાણઘાતક અકસ્માત, ચાર યુવાનોના મોત

આ પણ વાંચો: ED અને અમદાવાદ સાયબર ક્રાઈમના ઠેર ઠેર દરોડા

આ પણ વાંચો: અમદાવાદમાં ગોમતીપુરમાંથી ઝડપાયો નકલી ગુટખાનો જથ્થો