Junagadh News/ PSI ભાજપના ઇશારે કોંગ્રેસના બાટવાા નગરપાલિકાના ઉમેદવારોને ધમકાવે છેઃ કોંગ્રેસનો આરોપ

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ બાંટવા PSI ઋત્વિક વાળા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના આરોપો મુજબ, PSI ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરી રહ્યા છે.

Gujarat Others Breaking News

Junagadh News: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. જો કે ચૂંટણીની જાહેરાત થતા જ જુનાગઢમાં રાજકીય સળવળાટ શરૂ થયો છે. જણાવીએ કે, બાંટવા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં રાજકીય વિવાદ ઉભો થયો છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ બાંટવા PSI ઋત્વિક વાળા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના આરોપો મુજબ, PSI ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરી રહ્યા છે.

વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ વડાલિયાના કેસમાં PSI  વાળાએ ગેરકાયદેસર કાર્યવાહી કરી હોવાનો આરોપ છે. કોંગ્રેસનું કહેવું છે કે PSI એ વડાલિયાના ઘરમાં કુરિયર દ્વારા ગેરકાયદેસર સામાન રાખ્યો હતો, રાત્રે ઘરે ગયો હતો અને પરિવારને ધમકી આપી હતી અને ખોટા દારૂના કેસમાં ફસાવ્યા. તેમના પર ચૂંટણી ન લડવા માટે ધમકી આપવાનો પણ આરોપ છે.

આ મામલે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી છે અને PSI વાળાને તાત્કાલિક બરતરફ કરવાની માંગ કરી છે. DySP બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ  બાંટવાના PSIની ઉદ્ધતતા અંગે જણાવ્યું હતું કે આ જૂનાગઢના બાંટવા શહેરમાં ભાજપના ઘમંડનો કિસ્સો છે. જ્યારે પોલીસને આદર અને સન્માનની નજરે જોવામાં આવે છે, જ્યારે પોલીસ તંત્ર પણ ભાજપનું મુખપત્ર બની જાય છે, ત્યારે જનતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બટવાના પીએસઆઈ ઋત્વિક બાટવાના તમામ વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ઉમેદવાર જીગ્નેશ વડાલિયાના ઘરે સાગરીતો દ્વારા ઘરથી થોડી દૂર દારૂના બે બાચકા મૂકી ગયા હતા. અને ત્યારબાદ બાટવાના PSI ઋત્વિક વાળા જીગ્નેશ વડાલિયાનાઘરે ગયા હતા. જ્યાં જીગ્નેશ વડાલિયાના ઘરના સભ્યોને ઉઠાડી જીગ્નેશને પોલીસ ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને જીગ્નેશે જ્યારે તેમને પૂછ્યું કે મારો ગુનો શું છે? ત્યારે બંને બાચકાઓને તપાસતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો, ત્યારે બાચકા સાથે તેને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા. અને બાંટવાના પી.એસ.આઈ ઋત્વિક વાળા દ્વારા જીગ્રેશ વડાલિયાને ધમકાવી કહેવામાં આવ્યું હતું કે, તું રાજકોટ ચાલ્યો જા, તું ચૂંટણી લડવા આવ્યો છો, તે ખોટું છે. તારા પર  કેસ બનવાના જ છે.

આ મામલે ડીવાયએસપી બી.સી ઠક્કર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા બાંટવા પીએસઆઇ ઋત્વિક વાળા વિરુદ્ધ ચૂંટણી અધિકારીને લેટર લખી ફરિયાદ કરવામાં આવી છે.જે મામલે સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે.આમ તો તેમજ પોલીસ હંમેશા પોતાની ફરજના ભાગરૂપે કોઈપણ કામગીરી કરતી હોય છે અને જીગ્નેશ વાડોલીયા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ આ સમગ્ર મામલે હાલ તપાસ પણ શરૂ છે. જે મામલે કોઈપણ કાર્યવાહીના પગલાં લેવાના હોય તે એસપી કક્ષાએથી લેવાના થતા હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસે પ્રભારી નિમ્યા, બનાસકાંઠા માટે તુષાર ચૌધરી, બળદેવજી ઠાકોરને જવાબદારી

આ પણ વાંચો:પાટિલ હાલમાં નહીં બદલાય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમના માર્ગદર્શનમાં લડાશે

આ પણ વાંચો:રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત