Jamnagar News/ જામનગરના દરેડ જી.આઇ.ડી.સી ફેસ-૨ નાં કારખાનામાં થયેલી ૩.૫૫ લાખ ની માલમત્તા ની ચોરી નો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

એલસીબી ની ટુકડીએ સીસીટીવી કેમેરાના આધારે કારખાનેદારના જ એક સગા સહિતની ત્રિપુટીને ચોરાઉ સામગ્રી સાથે ઝડપી લીધી

Top Stories Gujarat Breaking News
Jamnagar News : જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક કારખાના માંથી બે દિવસ પહેલાં રાત્રે  પિત્તળ ના તૈયાર માલ સામાન અને  રોકડ રકમ ની ચોરી થવા પામી  હતી. જેની પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી  એલસીબીની ટુકડી એ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે, અને સીસીટીવી કેમેરાની મદદથી કારખાનેદારના જ એક કુટુંબી સહિત ત્રણ આરોપીઓ ને ચોરી ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા છે.
જામનગર નજીક દરેડ જીઆઇડીસી -૨માં  ગતતા.૨૨/૦૧/૨૦૨૫ રાત્રી ના સમયે  નિતિનભાઇ દામજીભાઇ રાબડીયા નાં ’’હિન્દુસ્તાન બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’’ નામના કારખાના તથા ઓફિસમા શટ્ટરના તાળા તોડી અંદર થી તસ્કરો પિતળનો (બ્રાસ) આશરે ૬૦૦ કિલો,રોકડ રૂપીયા ૩૨૦૦૦  તથા સી.સી.ટી.વી.નુ ડી.વી.આર. મળી કુલ રૂપીયા ૩,૫૫,૫૦૦  ની ચોરી કરી લઇ ગયા હતા
 જામનગર જીલ્લાના પોલીસ અઘિક્ષક  પ્રેમસુખ ડેલૂ એ  વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસઇન્સ. .વી.એમ. લગારીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો દરેડ જી.આઇ.ડી.સી વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફ ને  બાતમી મળી હતી કે  સદરહુ  ચોરી નાં આ બનાવમાં ફરિયાદી કારખાનેદાર ન કુટુંબી એવો હડમતીયા ગામ નો વતની કેવીનભાઇ વિજયભાઇ સંધાણી, અને તેના ગામના જ જીવણભાઇ  હિરાભાઇ ભરવાડ તથા પુનાભાઇ સેજાભાઇ ભરવાડ સંડોવાયેલા છે, અને અન્ય કારખાનાના સીસીટીવી કેમેરા ના આધારે તેઓની ફરિયાદીકારખાનેદારની મદદથી ઓળખ કરી લેવામાં આવી હતી.
જે બાતમીના આધારે ત્રણેય ને દરેડ જુના આશાપુરા મંદિર પાસે નીલગીરી વિસ્તાર પાસેની અવાવરૂ જગ્યામા રાખેલ બ્રાસનો માલ સગેવગે કરવા એકઠા થયેલા  હોવાની બાતમી આઘારે પોલીસે  ત્રણેયને ઝડપી પાડ્યા હતા. તેઓ નાં  કબ્જા માથી  બ્રાસ નો તૈયાર માલ તથા બ્રાસ નો છોલ (  ૫૦૯ કિલો કિ.રૂ ૨,૭૦,૫૭૫) , રૂપીયા ૨૨,૦૦૦ રોકડા , ૩૦,૦૦૦ નું કિંમત નું બાઇક તથા  ગ્રાઇન્ડર મશીન-૧ કિ.( રૂ ૨,૦૦૦) મળી કુલ  મુદામાલ કિ.રૂ ૩,૨૪,૫૭૫ નો ચોરી કરેલો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
આરોપીઓએ ગ્રાઇન્ડર મશીન વડે કારખા ના શટ્ટર તથા ઓફિસ ના શટ્ટરના તાળા કાપી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. તેમજ પોતાની ઓળખ ન થાય, તે માટે સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. પરંતુ અન્ય કારખાનેદારના સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા હતા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં શેડ ખરીદવાના બહાને વેપારી સાથે રૂ.1.40 કરોડની છેતરપિંડી

આ પણ વાંચો: જામનગરમાં મેગા ઓપરેશન ડીમોલિશનની તૈયારી કરતું તંત્ર, કમિશનર અને SP એ સ્થળોની કરી ચકાસણી

આ પણ વાંચો: જામનગરમાં ઈન્ડિયન એરફોર્સ દ્વારા યોજાશે એર શૉ, સૂર્યકિરણ એરોબેટિક ટીમ બતાવશે અદ્ભુત આકાશી નજારો