Ambaji News/ અંબાજી કોરિડોર: દબાણો દૂર કરવા 16 થી વધુ ટીમો દ્વારા ડિમોલેશન હાથ ધરાયું

અંબાજી કોરિડોર વિકાસ અને સુધારણા માટે દબાણો દૂર કરવા, પોલીસ બળ સાથે વહીવટી તંત્ર 16થી વધુ ટીમો કરી કાર્યવાહી….

Top Stories Gujarat Others Breaking News

Banaskanata News : અંબાજી કોરિડોર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો હેતુ અંબાજી મંદિરના પરિસરનો વિકાસ અને સુધારણા કરવાનો છે. હાઈકોર્ટે માસ્ટર પ્લાન મામલે તંત્રને રાહત આપી છે. કોર્ટે દબાણો દૂર કરવા અને તાત્કાલિક કામગીરી કરવા નિર્દેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ, અંબાજી કોરિડોરના વિરોધમાં 60 જેટલી અરજીઓ કરવામાં આવી હતી. અરજદારોનું કહેવું હતું કે આ પ્રોજેક્ટના કારણે ઘણા લોકો બેઘર થઈ જશે અને તેમના ધંધા રોજગાર છીનવાઈ જશે. જોકે, હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. આ કેસની વધુ સુનવણી 19 માર્ચના રોજ હાથ ધરાશે. અંબાજી કોરિડોરમાં વચ્ચે આવતા દબાણો દૂર કરવા મોટાપાયે તજવીજ હાથ ધરાઈ છે. ભારે પોલીસ બળ સાથે વહીવટી તંત્ર અંબાજી પહોંચ્યું છે અને 16 કરતા વધુ ટીમો દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.

અંબાજીમાં દાદાનું વિકાસનું બુલડોઝર ચાલ્યું, અંબાજી કોરિડોરમાં વચ્ચે આવતા દબાણો દૂર કરવાનું શરૂઆત કરાઈ. અંબાજી કોરિડોર દબાણોને દૂર કરવા મોટાપાયે તજવીજ હાથ ધરવામાં આવી. ભારે પોલીસ બળ સાથે વહીવટી તંત્ર અંબાજી પહોંચ્યું હતું. દબાણ દૂર કરવા 16 કરતા વધુ  ટિમો દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

અંબાજી કોરિડોર પ્રોજેક્ટ વિકાસ અને વિવાદનો વિષય બન્યો છે. એક તરફ સરકાર આ પ્રોજેક્ટને વિકાસનું પ્રતીક માને છે, તો બીજી તરફ સ્થાનિક લોકો અને અરજદારોના મનમાં અનેક સવાલો છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ આ મામલે શું નિર્ણય લે છે.

@ Vinod Hiragar, Ambaji


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં હાઈસ્પીડ કોરિડોર હાઇસ્પીડથી બનાવવા સીએમ તત્પર

આ પણ વાંચો: અંબાજી ગમખ્વાર અકસ્માતનો મામલો : ખડોલ ગામે મૃતદેહો પહોંચ્યા, અંતિમયાત્રામાં જોવા મળી ભારે ભીડ

આ પણ વાંચો: દેશની સુખાકારી માટે પીએમ મોદીની ગેરંટી એટલે રામરાજ્યની નિશાની: મુખ્યમંત્રી