Not Set/ અંબાજી ગમખ્વાર અકસ્માતનો મામલો : ખડોલ ગામે મૃતદેહો પહોંચ્યા, અંતિમયાત્રામાં જોવા મળી ભારે ભીડ

વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી જવાનાં માર્ગ પરનાં ત્રિશુલ ઘાટ પાસે ખાનગી ટ્રાવેલ બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. સાંજનાં સમયે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા. જ્યારે 55 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને પાલનપુરની સિવીલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. માલિટી માહિતી અનુસાર આ તમામ મુસાફરો આણંદ પાસેના વિવિધ ગામના હતા. ત્યારે મૃતકોને […]

Gujarat Others
aaaa 9 અંબાજી ગમખ્વાર અકસ્માતનો મામલો : ખડોલ ગામે મૃતદેહો પહોંચ્યા, અંતિમયાત્રામાં જોવા મળી ભારે ભીડ

વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી જવાનાં માર્ગ પરનાં ત્રિશુલ ઘાટ પાસે ખાનગી ટ્રાવેલ બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. સાંજનાં સમયે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા. જ્યારે 55 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને પાલનપુરની સિવીલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

માલિટી માહિતી અનુસાર આ તમામ મુસાફરો આણંદ પાસેના વિવિધ ગામના હતા. ત્યારે મૃતકોને ગામમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. દાંતાથી મૃતદેહોને વતન તરફ રવાના કરાયા હતા. ત્યારે ધીરે ધીરે મૃતદેહો આવતા સ્વજનોના આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા છે. સ્થાનિક સાંસદ, ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો સાંત્વના આપવા મૃતકોના ઘરે પહોંચ્યા છે.

આપણ વાંચો:અંબાજીનાં ત્રિશુલ ઘાટ પાસે ગમખ્વાર અકસ્માત, 21 લોકોનાં મોત – 20 ઘાયલ

આપને જણાવી દઈએ કે હાલ કેટલાક મૃતદેહો ખડોલ ગામે એમ્બ્યુલન્સ દ્વારા પહોંચાડવામાં આવ્યા છે. અલગ અલગ વિસ્તારમાં મૃતદેહોને તેમના ઘરે લઈ જવાયા હતા.

અકસ્માતમાં જે 21 લોકોના મોત નિપજ્યાં છે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ-હળદરી, કંથારિયા, સુંદણ, પામોલ અને કસુંબાડ ગામના રહીશો હતા. જેમથી સૌથી વધુ ખડોલ ગામના 6 વ્યક્તિનો છે. જેને પગલે ખડોલ ગામમાં શોકનો માહોલ છે.

આ પણ વાંચો : કરતારપુર કોરિડોર: પાકનો ના-પાક ખેલ, ઉદઘાટનમાં સાહેબને કાપી સિંહને આમંત્રણ આપશે

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.