Junagadh News/ મહેશગીરી બાપુએ હરિગીરી સામે કર્યા ચોંકાવનારા ખુલાસા, દારૂ અને મૂજરાના વીડિયો કર્યા જાહેર

મહેશગીરી બાપુએ જણાવ્યું કે જૂના આંકડા બિલ્ડિંગમાંથી સાધુઓ દારૂ પીને જતા હોવાના વીડિયો તેમની પાસે છે.

Top Stories Gujarat Others Breaking News

Junagadh News: જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ મંદિર વિસ્તારમાં થતી ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈને મહેશગીરી બાપુએ આજે પત્રકાર પરિષદ યોજી હરિગીરી બાપુ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે શિવરાત્રી મેળામાં થતા મૂજરા અને સાધુ-સંતોના દારૂ પીવાના વીડિયો પુરાવા તરીકે રજૂ કર્યા હતા.

મહેશગીરી બાપુએ જણાવ્યું કે જૂના આંકડા બિલ્ડિંગમાંથી સાધુઓ દારૂ પીને જતા હોવાના વીડિયો તેમની પાસે છે. તેમણે આક્ષેપ કર્યો કે હરિગીરી અને તેમની ગેંગ ભવનાથને બરબાદ કરી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે કોઈની તાકાત નથી કે તેમને પ્રયાગરાજ જતા રોકી શકે.

સરકારને અપીલ કરતા મહેશગીરી બાપુએ કહ્યું કે ભવનાથ અને જૂનાગઢમાં ધ્યાન આપવાની જરૂર છે, નહીંતર ભ્રષ્ટાચારીઓ આ પવિત્ર સ્થળને નષ્ટ કરી નાખશે. તેમણે હરિગીરી પર હુમલો કરાવવાની અને શિવરાત્રી મેળો બગાડવાની શક્યતા વ્યક્ત કરી, જો આવું થશે તો તેનો જવાબ આપવામાં આવશે એવી ચેતવણી પણ ઉચ્ચારી.

પત્રકાર પરિષદમાં તેમણે ગિરીશ કોટેચા પર પણ આકરા પ્રહારો કર્યા અને તેમને ‘ગાંડો માણસ’ ગણાવ્યા. મહેશગીરી બાપુએ જણાવ્યું કે 20 ફેબ્રુઆરીએ યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ દુષ્ટોને ઉઘાડા પાડવામાં આવશે. તેમણે આ લડાઈને ચેસ જેવું યુદ્ધ ગણાવી, પોતે હજી માત્ર એક ટકો જ બહાર આવ્યા હોવાનું જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હરિગીરી બાપુની ગેંગના સામ્રાજ્યનો અંત આવશેઃ મહેશગીરી

આ પણ વાંચો:અંબાજી-ભીડભંજન મંદિરના વિવાદમાં દત્તાત્રેયનો કબ્જો તંત્રએ કેમ લીધોઃ મહેશગીરી

આ પણ વાંચો:ગિરનાર-અંબાજી મંદિરની ગાદીનો વિવાદ ગરમાયો,મહેશગીરીએ કહ્યું હરીગીરીને હટાવો નહીંતર ભવનાથ મંદિર પર કબજો કરવાની માંગ