નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઇ ચૂક્યું છે. પંજાબમાં 4 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ દરમિયાન પંજાબથી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બીજેપી છોડીને નવજોત સિંહ સિદ્ધુ કૉંગ્રેસની સીટ પર અમૃતસર ઇસ્ટથી ચૂંટણી લડી શકે છે. તે પોતાની જગ્યાએ અહીં ચૂંટણી લડશે. કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહે પહેલા જ સ્પષ્ટ કરી દીધી હતી કે, પરિવારમાંથી એક જ ટિકિટ આપવામાં આવશે.
આ માહિતી પહેલા જ આવી ગઇ હતી કે, પૂર્વ ક્રિકેટર લોકસભાની પેટા ચૂંટણીમાં અમૃતસર બેઠક પર નહિ ઉતરે. તમને જણાવી દઇએ કે, 2012માં સિદ્ધુએ બીજેપીની ટિકિટ પર આ જ સીટ જીતી હતી. જો કે, કૉંગ્રેસ હાઇકમાન્ડની પણ ઇચ્છા હતી કે, સિદ્ધુ પોતાની ખાલી થયેલી લોકસભા બેઠક પરથી ઉપચૂંટણીમાં ઉતરે અને તેમની પત્ની વિધાનસભાની ચૂંટમી લડે. આ પહેલા સિદ્ધુએ ડિસેમ્બરમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન પ્રસાંત કિસોર પણ હાજર હતા.
