Ahmedabad News/ વિરમગામ તંત્રની ઘોર બેદરકારી, ત્રણવાર ખાડા ખોદ્યા બાદ પણ પાઈપ નાખવાનું ભૂલી ગયા

સરદાર પટેલ રિંગરોડને સિક્સલેન બનાવવાની મંજૂરી

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News ; આપણે અનેક વાર સાંભળ્યું હશે કે તંત્રએ રોડ-રસ્તા પર જે કામ માટે ખાડા કર્યા હોય તે કામ બાકી જ રહી ગયું હોય અને તંત્રએ ખાડા પુરી દીધા હોય. આવી જ એક ઘટના વિરમગામથી સામે આવી છે.વાસ્તવમાં વિરમગામમાં તંત્રની બેદરકારી ગણો કે અણઆવડત, ડ્રેનેજના ખાડા ખોદ્યા બાદ પાઈપ નાખવાનુ જ ભૂલી ગયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ GUDC વિભાગે ડ્રેનેજ માટે ત્રણ વાર ખાડા કર્યા પણ પાઇપ નાખવાનું જ ભૂલી ગયા હતા.

જોકે અંતે ફરી JCBથી ખાડો ખોદી પાઇપ નાખવામાં આવ્યા હતા.અમદાવાદ જિલ્લાના વિરમગામમાં તંત્રનો ઘોર બેદરકારી સામે આવી છે. વિગતો મુજબ વિરમગામ શહેરના વોર્ડ-8માં ભુગર્ભ ગટરના કામ ચાલી રહ્યા છે. GUDC દ્વારા ડ્રેનેજના પાઇપ નાખવા કામગીરી કરાઈ રહી છે. જોકે અગાઉ 3 વખત ખાડાઓ ખોદ્યા પરંતુ અધિકારીઓ પાઇપ નાખવાનું જ ભૂલી ગયા હતા. આ તરફ અંતે ફરી JCBથી ખાડો ખોદી પાઇપ નાખવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યના IAS અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બદલી, બંછાનીધી પાની બન્યા AMC ના નવા કમિશનર

આ પણ વાંચો:GST વિભાગના 62 અધિકારીઓની બદલીઓ કરાઈ

આ પણ વાંચો:AMC માં મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની કરાઈ બદલી