Gir Somnath News/ વિદેશી પક્ષીઓ બન્યા મહેમાનો,સોમનાથના વિશાળ દરિયા કિનારે પક્ષીઓનો જ્માવડો

રેન્જ ફોરેસ્ટર યોગેશ કલસરિયાએ જણાવ્યું હતું કે મધ્ય યુરોપ, સાઇબેરિયા અને મોંગોલિયા સહિતના અનેક દેશોમાંથી પક્ષીઓ અહીં ચાર મહિનાની રજાઓ ગાળવા આવે છે.

Top Stories Gujarat Breaking News

Gir Somnath News: શિયાળાની શરૂઆત થતા જ ગીર સોમનાથના (Gir Somnath) વિશાળ દરિયા કિનારે આવેલા બંદરો પર યાયાવર પક્ષીઓનું આગમન થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના કાંઠે આવી પહોંચ્યા છે. ખાસ કરીને વડોદરા, સોડાવ અને બરડા બંદરો પક્ષીઓના કિલકિલાટથી ગુંજી રહ્યાં છે. સોડવ બંદરે હજારો વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. ગીર સોમનાથના પક્ષીપ્રેમીઓ અનેક પ્રકારના પક્ષીઓના આગમનથી રોમાંચિત છે.

મધ્ય યુરોપ, સાઇબેરિયા અને મોંગોલિયા સહિતના અનેક દેશોમાંથી પક્ષીઓ અહીં ચાર મહિનાની રજાઓ ગાળવા આવે છે. વિદેશી પક્ષીઓમાં પેલિકન, ફ્લેમિંગો, ગેનેટ, કોમન ગ્રીબ અને સેબલ સહિતના પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. વન વિભાગે આ વિદેશી મહેમાનોના સ્વાસ્થ્ય અને સલામતી માટે ટ્રેકર્સની વિશેષ ટીમ તૈનાત કરી છે, જેના દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ પક્ષીઓની વિશેષતા એ છે કે કુંજ પક્ષી મગફળીની કાપણી સમયે આવે છે. પેલિકન અને ફ્લેમિંગો છીછરા તળાવો અથવા કિનારાઓમાં રહે છે અને નાની માછલીઓનો શિકાર કરવાનો આનંદ માણે છે. ગીર સોમનાથ જિલ્લામાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો વિદેશી પક્ષીઓએ ગીર સોમનાથને પોતાનું હંગામી ઘર બનાવ્યું છે, જે આ વિસ્તારની જૈવવિવિધતાનું મહત્વનું પાસું બની રહ્યું છે.

બે મહિના પહેલા વિદેશી પક્ષીઓ ત્રિવેણી સંગમ અને સોમનાથના કાંઠે પહોંચી ગયા હતા. ઠંડી વધતાં જ સુંદર સીગલ પક્ષીનું આગમન થયું. આ પક્ષીઓ સોમનાથની મુલાકાતે આવતા યાત્રિકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે.

શિયાળાની શરૂઆતમાં યુરોપ અને રશિયા સહિતના દેશોમાં ભારે હિમવર્ષાને કારણે આ પક્ષીઓ શિયાળા દરમિયાન ભારતના ગરમ વાતાવરણમાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હું મોટો ડોન છું,પોલીસ કશું બગાડી નહીં શકે કહીને બૂટલેગરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું ને ₹10 લાખ પડાવ્યા

આ પણ વાંચો:ધોરણ 12ની છાત્રા સાથે વાહનચાલક વિધર્મીએ આચર્યું વારંવાર દુષ્કર્મ

આ પણ વાંચો:સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં દુષ્કર્મની ઘટના: શારીરિક શોષણનો ભોગ બની વિદ્યાર્થિની