Surat News: સુરત(Surat)માં ડિવોર્સી પ્રેમિકાની દીકરી સાથે પ્રેમીએ શારીરિક અડપલાં (Molestation) કરતા દીકરી હેબતાઈ ગઈ હતી. અશ્લીલ હરકતો હોવાનું દીકરીએ પોતાના પિતાને જણાવતાં પિતાએ કડોદરા પોલીસ(Kadodara Police)માં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગણેશ આહીરની ધરપકડ (Arrest) કરી કાર્યવાહી શરૂ કરી છે.
સુરતમાં પ્રેમીપંખીડાઓના કારણે માસૂમ દીકરી હવસનો ભોગ બનતા ચકચાર મચી ગઈ છે. માહિતી મુજબ 3 ફેબ્રુઆરીએ ડિવોર્સી પ્રેમિકાની 11 વર્ષની દીકરી પર પ્રેમીએ પોતાની નજર બગાડી હતી. આરોપીએ બાળકી સાથે અશ્લીલ હરકતો કરી હતી, જેથી આ જઘન્ય કૃત્યથી બાળકી હેબતાઈ ગઈ હતી. આખરે દીકરીએ પિતા પાસે જઈ બધી આપવીતી જણાવી હતી.
તેને પિતાને કહ્યું હતું કે, આરોપીએ અગાઉ પણ રસોડમાં શારીરિક અડપલાં કર્યા હતા. બાળકીએ સમગ્ર વિગત જણાવતા પિતાએ ગડોદરા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ફરિયાદ નોંધાવી છે. કડોદરા પોલીસે 26 વર્ષીય આરોપી ગણેશ આહીરની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે.

અગાઉ બનાસકાંઠાના અમીરગઢમાં 3 વર્ષની દીકરી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું, જેને લઈ 2022માં ફરિયાદ નોંધાયા બાદ પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી મોતી ચૌહાણને આજીવન કેદની સજા ફટકારી છે. સરકારી વકીલોની દલીલોના આધારે કોર્ટે ચુકાદો આપ્યો હતો.
માહિતી મુજબ દુષ્કર્મના આરોપીએ અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ (Rape) આચર્યું હતું. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસને આરોપી વિરૂદ્ધ પૂરતા પુરાવા કોર્ટમાં જમા કરાવ્યા બાદ અદાલતે આરોપીને આજીવન સજા ફટકારી છે તેમજ રૂપિયા 50000નો દંડ ફટકાર્યો છે.
આણંદના એક ગામમાં સગીરા પર દુષ્કર્મની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. જેમાં સગા કાકાએ જ ભત્રીજીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. જેમાં આરોપી કાકાએ ભત્રીજીને ખેતરમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી નકાધમ કાકાએ સગીરાના ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો:આ તો હજુ પહેલો ડોઝ છે…’ પીડિતાનું શોષણ કરી અશ્લીલતાભર્યા મેસેજ કરતો આરોપી
આ પણ વાંચો:ગીર સોમનાથના વેરાવળમાં વિધર્મીએ નામ બદલી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો:તાંત્રિક વિધિના નામે મહિલા પર દુષ્કર્મ:ઘરનો દરવાજો બંધ કરી શારીરિક અડપલાં કર્યાં
