Banaskatha news/ અંતે બનાસકાઠાના વાવ તાલુકાના લંપટ શિક્ષક સામે નોંધાઈ ફરિયાદ

ફરીયાદીની 16 વર્ષની પુત્રી પણ આ જ કારમાં મુસાફરી કરી રહી હતી, પરંતુ માનસિક રીતે બીમાર વ્યક્તિ હવસી ચૌધરી તેણીને શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરતો હતો.

Top Stories Gujarat

BANASKATHA News: વાવ (Vav) તાલુકાની ગ્રામ્ય હાઈસ્કૂલમાં (High school) મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા નાનજી સવજીભાઈ ચૌધરી (રહે. ઘેસડા, થરાદ) દરરોજ ફરિયાદીની કારમાં અવર-જવર કરતા હતા. આજે ફરીયાદીની 16 વર્ષની પુત્રી પણ આ જ કારમાં મુસાફરી કરી રહી હતી, પરંતુ માનસિક રીતે બીમાર વ્યક્તિ હવસી ચૌધરી તેણીને શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરતો હતો, જેના કારણે પુત્રી સતત બે-ત્રણ દિવસથી નાખુશ હતી. તેથી, જ્યારે તેના ફરિયાદી પિતાએ તેની પૂછપરછ કરી, ત્યારે પુત્રીએ સમગ્ર સત્ય જણાવ્યું. આ અંગે ફરિયાદીએ તેના હાઈસ્કૂલના શિક્ષક મિત્રોને જાણ કરી હતી. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતાં આ લંપટ શિક્ષક નાનજી ચૌધરીએ શાળાના 15થી વધુ વિદ્યાર્થીઓને શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું અને મોબાઈલ ફોન દ્વારા ગંદા મેસેજ મોકલ્યા હોવાનું બહાર આવ્યું હતું.

આ મામલો સમગ્ર ગામમાં ચર્ચાનું કેન્દ્ર બનતાની સાથે જ ગ્રામજનો અને શાળાના ટ્રસ્ટીઓ વાવ પોલીસ મથકે પહોંચ્યા હતા. પરંતુ આ બદમાશને બચાવવા અનેક આગેવાનો પણ વાવ પોલીસ મથકે પહોંચી સમાધાન માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ ફરિયાદી અને ગ્રામજનોની મદદથી પોલીસ સ્ટેશનમાં નાનજી ચૌધરી સામે પોક્સો અને અન્ય કલમો હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે પોક્સો અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાઠાઃ LCB એ 11.75 લાખની કિમતનો દારૂ જપ્ત કર્યો, આરોપી ભાગત પોલીસ શંકાના ઘેરામાં

આ પણ વાંચો:બનાસકાંઠામાં APMCના 14 સભ્યો માટેની ચૂંટણી, મેન્ડેટ સામે પડનારા ભાજપના સભ્યોને નોટિસ

આ પણ વાંચો:અકસ્માત/ બનાસકાઠાંમાં અજાણ્યા વાહને આધેડને લીધો અડફેટે, ઘટના સ્થળે મોત