Rajkot News/ રાજકોટના ધારી પાસે માસૂમ સ્કૂલની બસનો અકસ્માત, ડ્રાઈવર નશાની હાલતમાં

સમગ્ર મામલે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ(Rajkot)ના ધારી (Dhari) પાસે માસૂમ સ્કૂલની બસનો અકસ્માત (Accident) સર્જાયો છે. નાના ભૂલકાઓનો જીવ જોખમે મૂકી નશો કરી બસ ચલાવતા વાલીઓમાં રોષ ભરાયો છે. અકસ્માતની જાણ થતાં વાલીઓ તુરંત જ બાળકોને બચાવવા દોડી ગયા હતા.

રાજકોટની માસૂમ સ્કૂલની બસ(School Bus)નો ધારી પાસે અકસ્માત થયાનું જાણવા મળ્યું છે. બસના ડ્રાઈવરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્તા બાળકોના જીવ જોખમમાં મૂકાયા હતા. માસૂમ સ્કૂલના બાળકો ધારી ખાતે પ્રવાસે ગયા હતા. ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓને નશેડી ડ્રાઈવરે તેમના જીવને જોખમમાં મૂક્યાનું સામે આવતા વાલીઓમાં ડ્રાઈવર, શાળા સંચાલકો વિરૂદ્ધ પગલા ભરવામાં આવે તેમ વાલીઓએ માગ કરી છે. અકસ્માતની ઘટનામાં તમામ વિદ્યાર્થીઓનો બચાવ થયો છે. સમગ્ર મામલે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, સી.એન.વિધાયલની બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો. ખેરાલુના ચોટીયા ગામની શાળામાંથી વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા.ત્યારે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. અને નવ જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પહેલા ગઈકાલે કડી તાલુકાના મણીપુર ગામના વતની અને ONGCમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા આધેડ પોતાની નોકરી પૂરી કરીને પોતાના ઘરે મણીપુર ખાતે જઈ રહ્યા હતા. જે દરમિયાન સામેથી આવી રહેલા અજાણ્યા વાહનચાલકે તેઓને ધડાકાભેર ટક્કર મારતા તેઓનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટનાને લઇ બાવલુ પોલીસે અકસ્માતિક ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

વિરમગામના વતની અને અત્યારે હાલ કડીના મણીપુર ખાતે રહેતા વિષ્ણુભાઈ રાવળ કેજો કડી ONGCમાં ટ્રક ડ્રાઇવર તરીકેની નોકરી કરી રહ્યા હતા. મંગળવારે રાબેતા મુજબ તેઓ પોતાની નોકરીએ અડધી નાઈટ શિફ્ટમાં કડી ONGC ખાતે આવ્યા હતા અને વહેલી સવારે તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોજાપુરી પાટીયા પાસે પહોંચતા તેઓનું અકસ્માતમાં કરુણ મોત થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આણંદ : ઉમરેઠ –ભરાડા રોડ પર સ્કૂલ બસ પલટી

આ પણ વાંચો:પ્રવાસે જતી વિદ્યાર્થીની બસનો અકસ્માત, બે લોકોના મોત

આ પણ વાંચો:રાજસ્થાનમાં બસ અકસ્માતમાં 11 ગુજરાતીના મોત,ભરતપુર પાસે સર્જાયો બસનો અકસ્માત