Mahesana News : મહેસાણામાં વાસણ ધોવાનું લિક્વિડ લેવા જતા મહિલા સાથે છેતરપિંડી થઈ હતી. જેમાં વાસણ ધોવાનું લિક્વિડ વેચવા આવેલા 3 શખ્શોએ આ મહિલાને છેતરી હતી. વિસનગર તાલુકાના બાસણા ગામે મહિલા સાથે ઠગાઈ કરવામાં આવી હતી.
જેમાં બાઇક લઇને આવેલા 3 શખ્શો મહિલાને આબાદ છેતરી ગયા હતા. વાસણ ધોવાના લિક્વિડની જાહેરાત કરી આ મહિલાને વિશ્વાસમાં લીધી હતી. જેમાં રૂ. 1.75 લાખની સોનાની 2 બંગડીઓ લિક્વિડમાં ઓગાળી નાખી હતી.
બાદમાં ઓગળેલા સોના વાળું લિક્વિડ લઈ ત્રણેય શખ્સો નાસી છુટ્યા હતા. આ સમગ્ર મામલે વિસનગર તાલુકા પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:બુટલેગરોના ઘર પર પોલીસ તંત્ર અને વીજ ટુકડીના સામુહિક દરોડા
આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાશે, પોલીસ તંત્ર માટે અઠવાડિયું પડકારજનક
આ પણ વાંચો:સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પોલીસ તંત્ર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન
