Gujarat News/ બજેટ પહેલા ગુજરાતના આ ધારાસભ્યએ સરકાર પાસે ખેડૂતો માટે કરી મોટી માંગ

તાર ફેન્સીંગ યોજનામાં જોગવાઇમાં મુજબ વહેલા તે પહેલા ધોરણે અરજી કરે તેને લાભ મળે છે

Top Stories Gujarat Breaking News

Gujarat News : આગામી 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે તે પહેલા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે ગુજરાતના ખેડૂતો માટે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટેની યોજનાના બજેટમાં વધારો કરવા માંગ કરી છે. 2025-26ના વર્ષના બજેટમાં નોંધપાત્ર વધારો કરી ખેડૂતોને યોજનાનો વધુમાં વધુ લાભ મળે તેવી માંગ ધારાસભ્ય દ્વારા કરાઈ છે.

સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ બજેટ પૂર્વે સરકારની ખેડૂતોલક્ષી યોજના માટેના બજેટમાં વધારો કરવા સરકારને રજૂઆત કરી છે. તેમણે ખેતી માટે તાર ફેન્સિગ યોજના બજેટમાં વધારો કરવાની માંગ કરી છે. તાર ફેન્સીંગ યોજનામાં જોગવાઇમાં મુજબ વહેલા તે પહેલા ધોરણે અરજી કરે તેને લાભ મળે છે. ત્યારે આઈ ખેડૂત પોર્ટલમાં થતી ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં લાભાર્થીના લક્ષ્યાંક વધારવાની અંગે રજૂઆત કરી. સૌરાષ્ટ્રમાં નીલગાય, રોઝ અને ભૂંડ સહિતના પ્રાણીઓનો પાક નુકશાન ટાળવા તાર તાર ફેન્સીગની યોજના અમલી છે. ત્યારે 2025-26ના બજેટમાં તાર ફેન્સિગ્ની યોજના માટે બજેટમાં નોંધપાત્રો વધારો કરવાની કરી રજૂઆત.

ધારાસભ્યએ પત્રમાં રજૂઆત કરી કે,, રાજ્યના ખેડુતોને ખેતીના પાકને રક્ષણ મળે તે માટે ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટેની યોજના સરકારશ્રી દ્વારા જાહેર કરેલ છે. આ યોજનાના લાભ માટે ખેડુતોએ આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ દ્વારા ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેતા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે તેવું જાહેર કરેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડુતો દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવે છે,પરંતુ લક્ષ્યાંકની મર્યાદામાં લાભ મળતો હોવાથી મોટા ભાગના ખેડુતો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.

જેના કારણે ખેડુતો પોતાના પાકના રક્ષણ માટે ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મારા વિધાનસભા મત વિસ્તારમાં ખેતીના પાકને નુકશાન કરતા જાનવર જેવા કે રોજ, નિલગાય, ભૂંડ ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલા હોય તેથી ખેતીના પાકને ખૂબ જ નુકશાન થાય છે.અને લક્ષ્યાંક મર્યાદામાંથી ખેડુતોને લાભ મળતો હોવાથી લાભ મેળવવામાં રહી ગયેલા ખેડુતોની ખુબ રજુઆત આવે છે.

તેથી આ યોજનાનો મોટા પ્રમાણમાં ખેડુતોને લાભ મળી રહે તે માટે સરકારે હકારાત્મક અભિગમ અપનાવી આગામી સને ૨૦૨૫-૨૬ના વર્ષના બજેટમાં નોંધપાત્ર વધારો કરી અને ખેડુતોને આ યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે માટેની જોગવાઈ કરી નાણાકીય લક્ષ્યાંકમાં વઘારો કરવા મારી આપ સાહેબને વિનંતી સહ ભલામણ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: SCએ ગુજરાત સરકારને નોટિસ ફટકારી, કોંગ્રેસના ઈમરાન પ્રતાપગઢી સામેની કાર્યવાહી પર રોક

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ઇમરાન પ્રતાપગઢીનું નામ રાજ્યસભામાં માટે જાહેર કરતા કોંગ્રેસમાં હોબાળો,પ્રદેશ મહાસચિવે આપ્યું રાજીનામું

આ પણ વાંચો: ‘મોદીજીને કોઈ કહે કે રૂપિયાને સદી નથી કરાવાની’, રૂપિયાની કિંમત ઘટવા પર કોંગ્રેસની ટિપ્પણી