tamil nadu news/ પોંગલ પહેલા વિજય સરકારની મહત્વની જાહેરાત; ગરીબ પરિવારો, મહિલાઓ અને કિન્નરો માટે મહત્વની ભેટ

મુખ્યમંત્રી વિજયે ગરીબ પરિવારોને દર વર્ષે 3 મફત LPG સિલિન્ડર આપવાની કરી જાહેરાત. આ ઉપરાંત મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સ માટે મફત સરકારી બસ મુસાફરીની સુવિધા પણ કરાયો વિસ્તાર

NATIONAL India Breaking News
Vijay government

Tamil Nadu News: મુખ્યમંત્રી જોસેફ વિજયે ગરીબ પરિવારો માટે વર્ષમાં 3 મફત LPG સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. વાર્ષિક રૂપિયા 2.5 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને આ યોજનાનો લાભ મળશે. ‘અન્નપૂરણી સુપર સિક્સ’ યોજના પોંગલ 2027થી શરૂ કરવામાં આવશે અને તેનો લાભ રાજ્યના આશરે 1.30 કરોડ પરિવારોને મળવાની શક્યતા છે. આ ઉપરાંત ટ્રાન્સજેન્ડર અને મહિલાઓ માટેની મફત બસ મુસાફરી યોજનાનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે.

Vijay government ની મહત્વની જાહેરાત 

મુખ્યમંત્રી વિજયે વિધાનસભામાં જણાવ્યું કે વાર્ષિક રૂપિયા 2.5 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને દર વર્ષે 3 રસોઈ ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે. ‘અન્નપૂરણી સુપર સિક્સ’ નામની આ યોજના પોંગલ 2027થી અમલમાં આવશે. આ યોજના હેઠળ લાભાર્થીઓ દ્વારા ખરીદવામાં આવેલા ત્રણ સિલિન્ડરની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર, આ યોજનાથી આશરે 1.30 કરોડ પરિવારોને લાભ મળશે. જોકે, તેના કારણે રાજ્ય સરકાર પર દર વર્ષે આશરે રૂપિયા. 4,000 કરોડનો વધારાનો આર્થિક બોજ પડશે.

ટ્રાન્સજેન્ડર્સ અને મહિલાઓને મફત બસ મુસાફરીની ભેટ

સરકારે સામાજિક ન્યાયના ભાગરૂપે ટ્રાન્સજેન્ડર (Transgender)સમુદાય માટે સરકારી બસોમાં મફત મુસાફરી(Free Bus)ની જાહેરાત કરી છે. આ સાથે મહિલા (Women)ઓ માટે ચાલી રહેલી મફત બસ મુસાફરી યોજનાનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે. નવી વિસ્તૃત યોજનાને ‘વેત્રિ પયણમ્’ એટલે કે ‘વિજયી યાત્રા’ નામ આપવામાં આવ્યું છે. આ યોજના (FreeBus) મુસાફરીની સુવિધાને વધુ વિસ્તૃત કરશે.

એક્સપ્રેસ અને ડિલક્સ બસોમાં પણ મહિલાઓને મફત મુસાફરી

નવી જોગવાઈ હેઠળ મહિલાઓ માત્ર સામાન્ય સરકારી બસોમાં જ નહીં, પરંતુ એક્સપ્રેસ, LSS અને ડિલક્સ બસોમાં પણ મફત મુસાફરી કરી શકશે. આ સુવિધા આંતરજિલ્લા માર્ગો પર પણ લાગુ કરવામાં આવશે. વિસ્તૃત યોજના 2 ઓક્ટોબરથી અમલમાં આવશે. આ યોજનાના કારણે રાજ્ય સરકાર પર વાર્ષિક આશરે રૂપિયા. 6,000 કરોડનો વધારાનો ખર્ચ થવાનો અંદાજ છે.

પરંદૂર એરપોર્ટ પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય યથાવત્

ચેન્નાઈ નજીક પરંદૂરમાં પ્રસ્તાવિત નવા એરપોર્ટ અંગે પણ મુખ્યમંત્રી વિજયે મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ખેડૂતો અને સ્થાનિક લોકોના હિતને ધ્યાનમાં રાખીને પરંદૂર એરપોર્ટ (Parandur Airport)પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય યથાવત્ રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ખેડૂતોને વિસ્થાપિત ન કરવા પડે તેવા વિકલ્પની શોધ કરવામાં આવી રહી છે અને આ માટે કેટલીક નવી જગ્યાઓ પણ શોધવામાં આવી રહી છે.

મિનમ્બક્કમ એરપોર્ટ પર નવું ટર્મિનલ બનાવાશે

પરંદૂર પ્રોજેક્ટ રદ કરવાની સાથે ચેન્નાઈના હાલના મિનમ્બક્કમ એરપોર્ટને વધુ વિકસિત કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. અહીં નવું ‘ટર્મિનલ-5’ બનાવવામાં આવશે. સરકારનો ઉદ્દેશ હાલના એરપોર્ટની સુવિધાઓ અને ક્ષમતા વધારવાનો હોવાનું જણાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો:તૃષા કૃષ્ણન અને થલાપતિ વિજય વચ્ચેના સંબંધોની ચર્ચા વચ્ચે સંજના ગલરાની આવી સમર્થનમાં

આ પણ વાંચો:દસમા દિવસે પણ બોક્સ ઓફિસ પર ‘જન નાયકન’નો દબદબો! થલાપતિ વિજયની ફિલ્મે 7 મોટી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

આ પણ વાંચો: તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત, અભિનેતા વિજય આવતીકાલે લેશે CM પદના શપથ