Surat News/ સુરતમાં પ્રેમીએ દગો કરતાં પ્રેમિકાએ કર્યો આત્મહત્યાનો પ્રયત્ન

સુરતમાં પ્રેમિકાએ આત્મહત્યાનો પ્રયત્ન કરતા ચકચાર મચી ગઈ હતી. વેલેન્ટાઇન-ડે પહેલાં જ પ્રેમીએ દગો કરતાં યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતી આત્મહત્યા કરવા માટે તાપી નદી ગઈ હતી.

Gujarat Top Stories Surat Breaking News

Surat News: સુરતમાં પ્રેમિકાએ આત્મહત્યાનો પ્રયત્ન કરતા ચકચાર મચી ગઈ હતી. વેલેન્ટાઇન-ડે પહેલાં જ પ્રેમીએ દગો કરતાં યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતી આત્મહત્યા કરવા માટે તાપી નદી ગઈ હતી.

યુવતી આત્મહત્યા માટે કોઝવે પાસેના હાઇટેન્શન વીજ ટાવર પર ચઢી ગઈ હતી. તે ઊંચા ઇલેક્ટ્રિક ટાવર પર ચઢતાં અને લોકોએ તેને જોતા હોહા મચી ગઈ હતી. યુવતીને ટાવર પર ચઢેલી જોતાં જ લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે યુવતીને સમજાવીને નીચે ઉતારી હતી. ફાયર બ્રિગેડ વિભાગને યુવતીને સમજાવીને નીચે ઉતારતા નાકે દમ આવી ગયો હતો. યુવતી દિલ્હીની રહેવાસી છે અને યુવક ગુજરાતનો છે.

યુવતી ટાવર પર ચઢી જતાં મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા. યુવતીની હરકતના લીધે કલાકો સુધી ફિલ્મી ડ્રામા સર્જાયો હતો. આમ રીતસરના શોલે ફિલ્મ જેવા દ્રશ્ય સર્જાયા હતા, જેમા ધર્મેન્દ્ર કહે છે કે મુજે બસંતી નહીં મિલી તો કૂદ જાઉંગા. જ્યારે અહીં તો વસંતી જ ટાવર પર ચઢી ગઈ હતી અને કહેવા લાગી હતી કે વસંત ન મળ્યો તો કૂદી જઈશ. સુરતમાં સર્જાયેલો આ ફિલ્મી ઢબનો નાટકીય ડ્રામા ચોરે અને ચૌટે ચર્ચાનો વિષય બન્યો છે.

જો કે આ અંગે કાઉન્સિલરોનું કહેવું છે કે ખતરો હજી પણ પૂર્ણપણે ટળ્યો નથી. આ યુવતીની આત્મહત્યાનો ભય હજી પણ તોળાઈ રહ્યો છે. તેને હાલમાં ફક્ત બચાવી લીધી તેનાથી કામ પૂરુ થયું નથી. આત્મહત્યાની સંભાવના હાલમાં તો નથી, પરંતુ યુવતી હજી પણ આઘાતમાંથી બહાર આવી નથી. તેથી તેનું થોડો સમય કાઉન્સેલિંગ કરવામાં આવે તે જરૂરી છે. આ તકેદારી યુવતીના પરિવારે લેવાની છે, જેથી તેનું પુનરાવર્તન ન થાય. આવું ફક્ત યુવતીના જ કિસ્સામાં નહીં યુવકના કિસ્સામાં પણ ધ્યાન રાખવું પડે તેમ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સગીરાની ટીનેજર પ્રેમીના ત્રાસથી આત્મહત્યા

આ પણ વાંચો: સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીના આત્મહત્યાના મામલે સ્કૂલને ક્લીન ચિટ, પણ બીજી પોલ ખુલી

આ પણ વાંચો: સુરત બાદ કચ્છમાં પણ 15 વર્ષીય સગીરાની આત્મહત્યા