Ahmedabad News/ કુંભમાંથી પરત આવતી ગુજરાતના પ્રવાસીઓની બસને અકસ્માત, ગોતાના અંબિકા દાલવડાના માલિકના પુત્રનો હાથ કપાયો

અમદાવાદથી ગુજરાતના યાત્રિકો પ્રયાગરાજ મહાકુંભમાં ગયા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતી શ્રધ્ધાળુઓની બસ રાજસ્થાનમાં પલ્ટી ખાતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગોતામાં આવેલા અંબિકા દાલવડાના દિકરાનો હાથ કપાઈ ગયો હતો. આ અકસ્માતમાં 27 જણા ઘાયલ થયા હતા.

આ બનાવની વિગત મુજબ અમદાવાદથી ગુજરાતના યાત્રિકો પ્રયાગરાજ મહાકુંભમાં ગયા હતા.   ત્યાંથી પરત ફરી રહેલા ગુજરાતના આ યાત્રિકોને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો. રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થતા બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં બસમાં સવાર ગોતામાં આવેલા અંબિકા દાલવડાના માલિકના દસ વર્ષીય પુત્રનો હાથ કપાઈ ગયો હતો. . જ્યારે અન્ય 27 જણાં ઘાયલ થતા તેમને રાજસંમદ રિફર કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં રહેતા અને ગોતા વિસ્તારમાં શ્રી અંબિકા દાલવડા નામે દુકાન ધરાવતા અમિતભાઈ ચંદેલ અને તેમના પરિવારજનો બસમાં પ્રયાગરાજ કુંભમેળામાં ગયા હતા.

બસમાં સવાર તમામ 48 યાત્રિકો તેના પૈતૃક ગામ પાલીના કોસેલાવ જઈ રહ્યા હતા. અકસ્માત સમયે તમામ લોકો ઊઁઘી રહ્યા હતા. અચાનક બસ પલટી જતાં તમામે બૂમાબૂમ કરી મૂકી હતી.પોલીસના જણાવ્યા મુજબ, ચંદેલ પરિવારના પૈતૃક ગામથી 40 કિમી દૂર જ્યારે બસ હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ વિસ્તારમાં આ પહેલા પણ અકસ્માત થઈ ચૂક્યા છે. તમામ યાત્રિકોએ પ્રયાગરાજથી પરત ફરી સાંવરિયા શેઠના દર્શન પણ કર્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. બસમાં સવાર તમામ લોકો એક જ પરિવારના છે.

બસમાં સવાર યાત્રિક આકાશ બોરાણાએ કહ્યું હતું કે  બસમાં લોકો ઊંઘી રહ્યા હોવાથી કોઈને કંઈ ખબર જ પડી. ઢાળ ઉતરતી સમયે અકસ્માત થયો. બે બાળકોને ગંભીર ઈજા થઈ છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં શ્રી અંબિકા દાલવડાના માલિક અમિતભાઈ ચંદેલના પુત્ર ઓમનો જમણો હાથ કપાઈ ગયો છે.

ઘાયલ લોકોના નામની યાદી

મૂળીબેન ચંપત
વિમલા અમિત
નિલમ અમિત
રાજુ માનાજી
કાજલ અમિત
પૂજા આકાશ
સુરેશ રાજુભાઈ
દકુબેન માનાજી
નિશા રાજુભાઈ
દામિનીબેન જિગ્નેશભાઈ
આકાશ સોહનભાઈ
મનીષ ફાઉલાલ
રોહન મનીષ
જ્યોતિ મનીષ

ભાવેશ પ્રકાશ
પ્રાચી અમિત
પાનીબેન ભોમારામ
જિહાન સંજય
ભોમાજી નવલારામ
વિજય રાજુભાઈ
ફાલ્ગુની પ્રકાશ
નિમિત મનીષ

પાર્વતી રાજુ
સંગીતા વિશાલ
વિવેક વિશાલ
અમિત માનાજી ચંદેલ

આશિકા પ્રકાશ ચંદેલ
તમન્ના સુરેશ ચંદેલ
કન્યા તુલસીરામ
મથુરા મીઠાલાલ

આ ઈજાગ્રસ્તોને રાજસંમદ લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ વિશેષ ટ્રેનો આજે પ્રયાગરાજ મહાકુંભથી ચાલી રહી છે, જુઓ સમય અને ટ્રેનોની સંપૂર્ણ યાદી

આ પણ વાંચો: મહાકુંભમાં માઘ પૂર્ણિમાએ સ્નાન કરવા માટે ભીડ ઉમટી, 74 લાખ ભક્તોએ વહેલી સવારે સ્નાન કર્યું

આ પણ વાંચો: પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસને થયો ભયાનક અકસ્માત, 7ના મોત