Gandhinagar News : રાજ્યની રાજધાની ગાંધીનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ એક ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સ્ટેટ લેવલની કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગયેલી દીકરીને અસહ્ય દુખાવો થયો.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગર પેથાપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો. સગીરા સાથે દુષ્કર્મના આરોપી બાબતે પેથાપુર પોલીસે તપાસ શરૂ કરીને વિગતો મેળવી. સ્ટેટ લેવલની કરાટે સ્પર્ધામાં દીકરી ઉપર દુષ્કૃત્ય થયું હતું. કરાટેના કોચએ દીકરી ઉપર દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ બીજી વખત પણ દુષ્કૃત્ય આચર્યું હતું. દીકરીને દુખાવો ઉપડતાં દુષ્કર્મનો ભેદ ખુલ્યો હતો. પોલીસે આરોપી સંજય કિશનસિંહ વાઘેલાની ધરપકડ કરી છે. કરાટેના કોચે આચરેલા દુષ્કૃત્યમાં પોલીસ તપાસ તેજ કરી છે.

ગાંધીનગરના Dysp દિવ્ય પ્રકાશ ગોહિલે જણાવ્યું કે, પીડિતાએ તેના પરિવારજનોને આપવીતી જણાવતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો. પીડિતાના જણાવ્યા અનુસાર, કરાટેના કોચ સંજય કિશનસિંહ વાઘેલાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને એક વખત નહીં, પરંતુ વારંવાર આ કૃત્ય આચર્યું હતું. આ ઘટસ્નાને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી કોચની ધરપકડ કરી છે. આ ઘટનાએ સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા છે અને સ્થાનિકઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. પોલીસ હાલમાં આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે અને ઘટનાની વધુ તપાસ ચલાવી રહી છે. આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે એક કલંક છે. પોલીસે આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં 12 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો: સાબરકાંઠામાં શિક્ષકે બે કલાક સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, સ્થિતિ લથડતા કર્યું આવું…
આ પણ વાંચો: જસદણમાં દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ, કૌટુંબિક ભાઈની ધરપકડ
