Gandhinagar News/ ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની કાર્યવાહી ઓનલાઈન થશે! CM પટેલે વેબ પોર્ટલ લોન્ચ કર્યું

પક્ષકારો પોતાની અપીલ આ યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલ પર કરી શકશે. એટલું જ નહીં, તે અંગેની ફી પણ ઓનલાઈન ભરી શકાશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન અને વિકાસ માટે તથા ખાસ કરીને મકાન વેગેરે ધારણકર્તા એલોટિઝનું હિત જાળવવા સાથે પક્ષકારો વચ્ચેના વિવાદના ઝડપી અસરકારક નિકાલ માટે ૨૦૧૬થી ધી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ઘડ્યો છે.

ગુજરાતમાં 1 મે-2017થી અમલી થયેલા આ કાયદાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ(RERA Tribunal)ની સ્થાપના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આ રેરા ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને ઓનલાઈન અને સરળ બનાવતાં યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલ(Web portal)નું લોન્ચિંગ ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ આર.એમ. છાયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કર્યું હતું.

આ વેબપોર્ટલ great.gujarat.gov.in કાર્યરત થતાં હાલ જે સંબંધિત પક્ષકારો દ્વારા રેરા ટ્રીબ્યુનલમાં રૂબરૂ આવીને અપીલ કાર્યવાહી કરવામાં આવે છે, તેમાંથી મુક્તિ મળશે. પક્ષકારો પોતાની અપીલ આ યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલ પર કરી શકશે. એટલું જ નહીં, તે અંગેની ફી પણ ઓનલાઈન ભરી શકાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન (Digital Transformation) અને ટ્રાન્સપેરેન્સી ઈન ગર્વનન્સ (Transparency in governance)નો જે અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે, તેને રેરા ટ્રિબ્યુનલના આ વેબપોર્ટલે 17 જેટલી વિવિધ સેવા-કામગીરી ડિજિટલ માધ્યમથી ઓનલાઈન ઉપલબ્ધ કરાવીને સાકાર કરી છે. આ પોર્ટલ કાર્યરત થતાં રાજ્યના નાગરિકો માટે રેરા સંબંધિત સેવાઓ અને કામકાજમાં વધુ સુગમતા થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોર્ટલ લોંચ કરતાં વ્યક્ત કર્યો હતો.

રેરા ટ્રિબ્યુનલ દ્વારા પોતાના આ વેબપોર્ટલ પર જે કામગીરી પક્ષકારો અને સંબંધિતોને ઓનલાઈન ઉપલબ્ધ થવાની છે, તેમાં, (1) અપીલ ફાઇલિંગ અને નોંધણી, (2) ફી અને ડિપોઝિટ વગેરેની ઓનલાઈન ચુકવણી, (3) અપીલની ચકાસણી અને પ્રશ્નોનું સમાધાન, (4) હદ-ગણતરી અને વિલંબિત માફી માટેની અરજી (Limitation Calculation and Delay Condonation Application), (5) ફાઈલિંગ માટે ઈમેલ અને SMS એલર્ટ્સ, (6) સુનાવણીની તારીખ નક્કી કરવી અને પક્ષકારોને સુનાવણીની તારીખ વિશે ઓનલાઈન જાણ કરવી, (7) સુનાવણી/ઓર્ડર વિશે SMS દ્વારા પક્ષકારોને ઓનલાઈન માહિતી, (8) પુનઃસ્થાપન અને સમીક્ષા અરજી અને નોંધણી કરવી, (9) દૈનિક યાદી (Daily Cause List), (10) આગામી સુનાવણીની તારીખ/કાર્યવાહી માટે પક્ષકારોને ઈ-મેલ અને SMS સેવા, (11) ચુકાદાની જાહેરાતની તારીખ માટે પક્ષકારોને ઈ-મેલ અને SMS સેવા, (12) ચેતવણીની સૂચના (Caveat), (13) અરજી ભરવા માટે ઈ-ફાઇલિંગ પ્લેટફોર્મ (IA), (14) પક્ષકારોને સુનાવણી અને સંદેશાવ્યવહાર માટે ઓનલાઈન સૂચના જારી કરવી (અંગ્રેજી અને ગુજરાતી સંસ્કરણ), (15) અપીલ ડેટા : વર્તમાન અપીલની વિગતો, અપીલની પેન્ડન્સી અને અપીલના નિકાલની વિગતો, (16) ચાલુ સપ્તાહ, ચાલુ મહિનો અને ચાલુ વર્ષમાં અપીલની નોંધણી, (17) ઓનલાઈન ચુકાદો/ઓર્ડર, વગેરે સેવાઓનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેબપોર્ટલનું લોન્ચિંગ કર્યું, તે વેળાએ રેરાના મેમ્બર એડમિનિસ્ટ્રેશન એન્ડ ટેક્નીકલ, નિવૃત્ત આઈ.એફ.એસ. રામકુમાર, જ્યુડિશિયલ મેમ્બર નિવૃત્ત પ્રિન્સિપલ ડ્રિસ્ટ્રિક્ટ જજ દવે તેમ જ રજિસ્ટ્રાર વાળા અને મુખ્યમંત્રીનાં સચિવ અવંતિકા સિંઘ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ નિયમનો કર્યો અમલ

આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ

આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા