Gir Somnath News/ ગીર સોમનાથમાં દીપડાએ 5 વર્ષની બાળકીને ફાડી ખાધી

પરિવારમાં દીકરીના મોતને લઈ માતાપિતા અને પરિવારજનો આક્રંદ કરી રહ્યાં છે

Top Stories Gujarat Breaking News

Gir Somnath News: ગીર સોમનાથ(Gir Somanth)માં દીપડાએ હુમલો કરતા 5 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જશાધર ગામમા ખેતરમાં રમતી વખતે બાળકી પર હુમલો કરી ફાડી ખાધી હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત થતાં પરિવારમાં શોક ફેલાયો છે.

ગીર સોમનાથ, અમેરલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, દ્વારકામાં દીપડા(Leopard)નો સતત આતંક વધતો જઈ રહ્યો છે. ખુલ્લેઆમ ફરતા દીપડાથી ગ્રામજનોમાં ભય ફેલાયેલો રહ્યો છે. ત્યારે ગીર સોમનાથના જશાધર ગામમાં ગઈકાલે ખેતરમાં રમતી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન બાળકી લોહીલુહાણ થઈ જતાં તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Leopard mauls man to death, injures another in Gujarat's Gir Somnath |  Udayavani – ಉದಯವಾಣಿ

પરંતુ જીંદગી સામે ઝઝૂમતી બાળકી આખરે હારી ગઈ હતી. પરિવારમાં દીકરીના મોતને લઈ માતાપિતા અને પરિવારજનો આક્રંદ કરી રહ્યાં છે. બીજી બાજુ દીપડાના હુમલા કર્યાની ગણતરીના કલાકોમાં વન વિભાગના અધિકારીઓએ પાંજરે પૂર્યો હતો. દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.

અવારનવાર દીપડાના હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, એવામાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે દીપડાના હુમલાની ઘટનાઓ બનતી રહે છે. ખાસ કરીને ગીર સોમનાથ વિસ્તારમાં આ દીપડાના આતંકની ઘટના છેલ્લા કેટલાક સમયથી વધી ગયી છે.

Session on living with leopards to be held | Session on living with  leopards to be held

થોડા મહિનાઓ અગાઉ 80 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો, આબાલવૃદ્ધ સૌ પર દીપડાના હુમલાથી લોકો હવે ત્રસ્ત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જયારે તેઓ બંને ખેતરમાં વડલા નીચે સુતા હતા એ દરમ્યાન અચાનક જ દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓને ગંભીર રીતે ઇજા પહોચી છે. અને ત્યારબાદ આ બે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગીરગઢડાના રસુલપરા ગામમાં દીપડાએ હુમલો કર્યો, લોકોને સતર્ક રહેવા અપાઈ સૂચના

આ પણ વાંચો:ગારિયાધારની સીમમાં દીપડાએ બે ખેતમજૂરો પર કર્યો હુમલો, ખેડૂતોમાં ખેતરે જવા ભય

આ પણ વાંચો:વાંસદામાં દીપડાએ કર્યો બાળકી પર હુમલો, ફેલાઈ ગયો લોકોમાં ફફડાટ