Kheda News : ખેડાના વસો તાલુકાના પલાણા ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા ACB એ ગોઠવેલા છટકામાં ઝડપાઈ ગયો હતો. આ કેસની વિગત મુજબ ફરિયાદીએ તેમના કૌટુંબિક ભાઈઓના નામની પલાણા ગામ ખાતે આવેલી જમીનોની વારસાઈ કરાવવા માટે તથા જમીનો પર જે ઘરોનું ગેરકાયદેસર બાંધકામ થયેલ હોય તે ઘરોના નંબરો સહિતની માહિતી સાથેની અરજી આપીને જરૂરી પુરાવાના કાગળો માંગ્યા હતા.
જેના માટે ખેડાના વસો તાલુકાના પલાણા ગ્રામ પંચાયત કચેરીના તલાટી કમ મંત્રી નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ વાઘેલાએ પ્રથમ રૂપિયા ૧૦,૦૦૦ ની લાંચ ફરિયાદી પાસે માંગી હતી. તે પૈકી રૂ-૫૦૦૦ ફરીયાદી પાસેથી યુપીઆઈ ટ્રાન્સફર થી આરોપી નરેન્દ્રસિંહ વાઘેલાએ મેળવી લીધા હતા. જ્યારે બાકીના રૂ-૫,૦૦૦ આજે તા. ૧૭/૦૨/૨૦૨૫ ના રોજ નડિયાદ નજીક આવેલ ડભાણ ચોકડી પાસે આવેલ તુલસી ફૂડ કોર્ટ ખાતે ફોન કરીને આપી જવાનું નક્કી કર્યું હતું.
બીજીતરફ ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.જેને આધારે આજ રોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી પાસેથી રૂ-૫,૦૦૦ ની લાંચ લેતા તલાટી કમ મંત્રી નરેન્દ્રસિંહ વાઘેલા ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટઃ “જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય”
આ પણ વાંચો: છૂટાછેડા લીધેલી મહિલાઓને ‘ડિવોર્સી’ કહેવી એ ખોટી અને પીડાદાયક પ્રથા છે: જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે CRPFને કહી આટલી મોટી વાત, જાણો શું છે મામલો
