Banaskantha News: બનાસકાંઠા(Banaskantha)ના ધાનેરા (Dhanera)માં ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ (Pregnancy Test) કરતો સ્ટિંગ ઓપરેશન કરી જાગૃત નાગરિકે વીડિયો બનાવતા મામલો સામે આવ્યો છે. શુભદેવ મંગલ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણના તબીબે 45000 રૂપિયા લીધાનો મહિલાએ આક્ષેપ કર્યો છે, આ મામલે હેલ્થ ઓફિસર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયાં છેે.

બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં શુભદેવ મંગલ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થયાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શુભદેવ મંગલ હોસ્પિટલમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે તબીબે ગર્ભ નિરીક્ષણના 45 હજાર લીધા હતા, હોસ્પિટલમાં હાજર નસિંગ સ્ટાફે નિરીક્ષણ કર્યાનો પણ આક્ષેપ કર્યો છે. તેમજ નિરીક્ષણ બાદ પુત્ર હોવાનું જણાવી પાર્ટી આપવાનું કહ્યું હતું, સમગ્ર મામલો એક જાગૃત નાગરિકે સ્ટિંગ ઓપરેશન (Sting Operation) કર્યું હતું.

સમગ્ર મામલે ધાનેરા THOને લેખિતમાં અરજી કરાઈ છે. ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા છે. હોસ્પિટલનું સોનાગ્રાફી મશીન સીલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:ભાવનગર: ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો, સ્ટીંગ ઓપરેશનમાં તબીબની ગેરરીતિનો થયો પર્દાફાશ
આ પણ વાંચો:શું હજુ દિકરીને બોજ માનતા લોકો સંવેદનશીલ ગુજરાતમાં છે? ગર્ભ પરીક્ષણ કરતો ડો. ઝડપાયો
આ પણ વાંચો:અમદાવાદમાં ગર્ભ પરીક્ષણ કરતું ડોક્ટર દંપતી ઝડપાયુ
