અમદાવાદઃ અમદાવાદમાં ગર્ભપરીક્ષણ કરતું દંપતી ઝડપાયું છે. Fetel Testing Doctor ભારતમાં ગર્ભપરીક્ષણ પર પ્રતિબંધ છે અને તે કરાવવું બિનજામીનપાત્ર ગુનો બને છે. શહેરના બોડકદેવ-સોલા વિસ્તારમાં તે ગર્ભપરીક્ષણ કરતા હતા. 25 હજાર રૂપિયા લઈને ગર્ભપરીક્ષણ કરવામાં આવતું હતું. ડો. નિકુંજ શાહ અને ડો. મીનાક્ષી ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયા છે.
ડોક્ટર દંપતીની બંને હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. Fetel Testing Doctor તેઓએ ડો. નિકુંજ શાહ અને ડો. મીનાક્ષીને ગર્ભ પરીક્ષણ કરતા ઝડપ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્રએ રેડ કરી દંપતીને ઝડપી પાડ્યા. ડોક્ટર દંપતીની બંને હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રેડ પાડવામાં આવી છે અને સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઇડ હોસ્પિટલમાં પણ રેડ પાડવામાં આવી છે. દંપતીની બંને હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરાયા છે.
આરોગ્ય વિભાગ આ ઉપરાંત રેન્ડમલી જ્યાં પણ સોનોગ્રાફી મશીને Fetel Testing Doctor કે મહિલા હોસ્પિટલો હોય ત્યાં દરોડા પાડતી રહે છે. સરકારના ગર્ભપરીક્ષણ પર પ્રતિબંધ છતાં પણ કેટલાય સ્થળોએ આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ જારી છે. રાજ્યમાં દસ હજાર પુરુષે 909 મહિલાનો રેશિયો આની સાક્ષી આપે છે. વાસ્તવમાં સરકારના જાપ્તા છતાં પણ જો મોટા શહેરોમાં આ રીતે આ પ્રકારના ક્લિનિક ચાલતા હોય તો પછી નાના શહેરોમાં તો પૂછનારું જ કોણ હશે. પછી મહિલા ભ્રૂણ હત્યાને વેગ મળે. આ પરિસ્થિતિ ટાળવા માટે આરોગ્ય તંત્રએ વધારે સક્રિય બનીને પગલાં લેવાની જરૂર છે. જો તંત્ર સક્રિય બને તો આવી પ્રવૃત્તિને અટકાવી શકાય છે.
આ પણ વાંચોઃ નીતિશ રાણાની પત્નીની છેડતી/ કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન નીતિશ રાણાની પત્નીની છેડતીનો પ્રયાસ
આ પણ વાંચોઃ ગુજરાત/ મંતવ્ય ન્યૂઝના અહેલાવની અસર,સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની કરાઈ સાફ સફાઈ અને જવાબદારોને નોટિસ
આ પણ વાંચોઃ ALH Dhruv Choppers/ સેનામાં ધ્રુવ હેલિકોપ્ટરના ઉપયોગને લઈને આવ્યા મોટા સમાચાર, લેવાયો આ મોટો નિર્ણય
