Not Set/ વડોદરા/ સુગર સભાસદોના પાંચ દિવસના પ્રતિક ઉપવાસને હાર્દિક પટેલનું સમર્થન, ખેડૂતોમાં ભારે ઉત્સાહ

વડોદરા સુગરના સભાસદો દ્વારા ચાલી રહેલ‍ા પાંચ દિવસના પ્રતિક ઉપવાસના અંતિમ દિવસે હાર્દિક પટેલે સમર્થન આપતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.  છેલ્લા ઘણા સમયથી વિવાદોના વમળમાં ચકરાવે ચઢેલી વડોદરા સુગર પુનઃ એકવાર ચર્ચાના ચકડોળે ચડી છે. વડોદરા જિલ્લાની સૌથી મોટી સુગર ફેક્ટરી ગણાતી વડોદરા સુગરમાં ખેડૂતોના શેરડીના પીલાણના નાણાં ન મળતાં સભાસદોએ વડોદરા સુગર […]

Gujarat Vadodara

વડોદરા સુગરના સભાસદો દ્વારા ચાલી રહેલ‍ા પાંચ દિવસના પ્રતિક ઉપવાસના અંતિમ દિવસે હાર્દિક પટેલે સમર્થન આપતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.  છેલ્લા ઘણા સમયથી વિવાદોના વમળમાં ચકરાવે ચઢેલી વડોદરા સુગર પુનઃ એકવાર ચર્ચાના ચકડોળે ચડી છે. વડોદરા જિલ્લાની સૌથી મોટી સુગર ફેક્ટરી ગણાતી વડોદરા સુગરમાં ખેડૂતોના શેરડીના પીલાણના નાણાં ન મળતાં સભાસદોએ વડોદરા સુગર સામે બાંયો ચઢાવી પાંચ દિવસના પ્રતિક ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે. જે અંતર્ગત શનિવારે યુવા નેતા હાર્દિક પટેલ પણ ગંધારા સુગર ખાતે ખેડૂતોના સમર્થનમાં આવી પહોંચ્યા હતા.

શનિવારના રોજ વડોદરા સુગરના ગેટ પાસે મોટી સંખ્યામાં ઉમટી પડેલા સભાસદોને સંબાોધતા હાર્દિક પટેલે પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ પર ૧૫ કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. 2200  ખેડૂતોની લડાઇમાં જેટલા ખેડૂતો હોય એના કરતા પોલીસ વધુ આવતી હોય તો સમજવાનું કે ખેડૂતોની લડાઇ સાચી છે. વધુમાં તેઓેએ જણાવ્યું હતું કે વડોદરા સુગરમાં ખેડૂતોના જે નાણાં સલવાયા છે. તેને અમે ટેકો આપવા આવ્યા છીએ ખેડૂતોની માંગણી બિલકુલ વ્યાજબી છે.

જો સરકાર અને સંસ્થા ખેડૂતોને નાણાં આપવા ન માંગતી હોય તો અમે સરકાર સામે મજબુતાઇથી અવાજ ઉઠાવીશું. ખેડૂતોને ન્યાય મળશે એવો પ્રયાસ કરીશું. હાર્દિક પટેલને આંદોલન વિશે પુછતા તેઓએ જણાવ્યું હતું ખેડૂતોનો મુદ્દો સાચો છે. ખેડૂતોનો પ્રશ્ન છે. અમે ખેડૂતોના સંપૂર્ણ સમર્થનમાં છે. એમ પણ હાર્દિક પટેલે જણાવ્યું હતું. હાર્દિક પટેલે સરકાર પર ખુબ આકરા પ્રહારો કર્યા હતા. ગંધારા સુગર ફેક્ટરીનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ જવા પામ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે છેલ્લા ઘણાં લાંબા સમયથી વડોદરા સુગરના સભાસદો દ્વારા શેરડીના નાણાં બાબતે ચાલી રહેલી લડતમાં હાર્દિક પટેલે પણ સમર્થન આપતા ખેડૂતોની લડત કેવો રંગ લાવશે તે તો આવનારો સમય જ બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.