ભારતની ટીમનો પૂર્વ ઓપનર અને હાલ ભાજપનો સાંસદ ગૌતમ ગંભીર હવે આઈપીએલની એક ટીમનો સહ માલિક બની શકે છે.સૂત્રોના કહેવા પ્રમાણે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ટૂંક સમયમાં જ દિલ્હી કેપિટલ્સ ટીમના સહમાલિક બને તેવી શક્યતા છે.
ગૌતમ ગંભીર દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચુક્યો છે.એવું કહેવાય છે કે ગૌતમ ગંભીર દિલ્હી કેપિટલ્સની ભાગીદારી ખરીદવા છેલ્લા 2 મહિનાથી વાતચીત ચલાવી રહ્યો છે. તે દિલ્હી કેપિટલ્સમાં 10 ટકા ભાગીદારી ખરીદી શકે છે.
ગૌતમ ગંભીર દિલ્હી કેપિટલ્સમાં 10 ટકા શેર ખરીદવાનો છે. ગત વર્ષે જેએસડબલ્યુ ગ્રૂપે 550 કરોડ રુપિયામાં આ ટીમના 50 ટકા શેર ખરીદ્યા હતા. જ્યારે અન્ય 50 ટકા શેર જીએમઆર ગ્રૂપ પાસે છે. ગંભીરે 10 ટકા શેર માટે લગભગ 100 કરોડ રુપિયા આપવા પડશે. ગંભીર હાલ આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલમાંથી ક્લિયરેન્સ મળવાની રાહ જોઈ રહ્યો છે. જોકે ગંભીરે હજુ સુધી આ મુદ્દાને લઈને કોઈ જ ખુલાસો કર્યો નથી.
ગૌતમ ગંભીરે વર્ષ 2017માં કોલકાતા નાઇટ રાઇડર્સનો સાથ છોડીને દિલ્હી કેપિટલ્સ સાથે જોડાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે તે આખી સિઝનમાં સાવ ફ્લોપ રહ્યો હતો અને ગત વર્ષે તેને રિલીઝ કરી દીધો હતો. છતા ગંભીરનો પોતાની ઘરેલું ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સથી મોહ ખતમ થયો નથી. તે ફરી આ ટીમ સાથે જોડાવવાની તૈયારીમાં છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુકેલો ગંભીર આ વખતે ટીમ માલિકના રુપમાં જોવા મળી શકે છે.
.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
