Gandhinagar News/ LCB દ્વારા વાહન ચોરીના ગુનાનો પર્દાફાશ, 30થી વધુ વાહનોની ચોરીનો ભેદ ઉકેલાયો

ગાંધીનગર શહેર અને તેના આસપાસની વિસ્તારોમાં એક ચોરે તફરાટ મચાવ્યો હતો, જેને પકડવા ગાંધીનગર LCBએ સઘન તપાસ અને બાતમીદારોના નેટવર્કની મદદથી 30થી વધુ ચોરીઓ કરનાર વાહનચોરની ધરપકડ કરી છે.

Gujarat Gandhinagar Top Stories

Gandhinagar News : ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા વાહન ચોરીના બનાવોએ પોલીસ તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો. નાગરિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો, ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આ ગુનાઓ પર અંકુશ મેળવવા કમર કસી હતી. સઘન તપાસ અને બાતમીદારોના નેટવર્કની મદદથી LCBએ એક રીઢા વાહનચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

મળતી માહિત અનુસાર, આરોપીની ધરપકડ બાદ પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી. આરોપીએ ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં 30થી વધુ વાહન ચોરીના ગુનાઓ કબૂલ્યા હતા. આરોપી પાસેથી 20 શંકાસ્પદ RC બુક પણ મળી આવી હતી, જે આ ગુનાઓની ગંભીરતા દર્શાવે છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચાલાકીભરી હતી. તે ટુ-વ્હીલર પાર્કિંગવાળી જગ્યાઓ પરથી વાહનોની ચોરી કરતો હતો અને નંબર પ્લેટ બદલી નાખતો હતો.

આ ઉપરાંત, બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનો, અડાલજ ત્રિમંદિર અને મહેસાણાના કેટલાક વિસ્તારો પણ તેના નિશાન પર હતા. આરોપી મૂળ મહેસાણાના નંદાસણનો વતની છે. ગાંધીનગર LCBએ આ આરોપીની ધરપકડ કરીને વાહન ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પણ પહોંચી શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શાહરૂખ ખાનના ઘરમાં જે તસ્કરો ચોરી કરવા ઘુસ્યા હતા તેમણે ભરૂચમાં પણ કરી ચોરી

આ પણ વાંચો: પોતાના ભોગવિલાસને પૂરા કરવા પડોશીઓના ઘરમાંથી પૈસાની ચોરી કરતી સગીરા પછી…

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખાનગી બસમાંથી મિશ્ર ધાતુના પાર્સલની ચોરી