Bharuch News : ભરૂચમાં એક નિવૃત આર્મીમેનના ઘરમાં ચોરી કરનારા બે શખ્સો ઝડપાયા બાદ મોટો ખુલાસો થયો છે. તપાસ કરતા ઝડપાયેલા આ બન્ને શખ્સો ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના ઘરમાં ચોરી કરવા ઘુસ્યા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આમ જે આરોપીઓએ શાહરૂખ ખાનના ઘરમાં ચોરી કરવા માટે ઘુસ્યા હતા તેજ આરોપીઓએ ભરૂચમાં નિવૃત આર્મી મેનના ઘરે ચોરી કરી હતી,પોલીસે ઝડપ્યા તે પછી ખુલાસા થયા છે કે આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને ઘરફોડ ચોરી કરવામાં માહિર છે.
શાહરૂખ ખાનના ઘરમાં ચોરી કરવા આવેલા આરોપીઓ ભરૂચમાં ચોરીના ગુનામાં ઝડપાયા છે,જેમાં આરોપીઓ શાહરુખના મન્નત બંગલોમાં ત્રીજા માળ સુધી પહોંચ્યા હતા અને ચોરી કરે તે પહેલા મુંબઈ પોલીસે તેમને ઝડપી પાડયા હતા,આરોપીઓએ નિવૃત આર્મીમેનના ઘરેથી રૂપિયા 8 લાખની ચોરી કરી હતી અને ભરૂચ બી ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથધરી છે.આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને પોલીસ વધુ રિમાન્ડની માગ કરી છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોનાપાર્ક સોસાયટીમાં નિવૃત્ત આર્મીમેનના ઘરે ચોરીની ઘટના બની હતી.પોલીસ દ્વારા બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હાલ, આ આરોપી દ્વારા અન્ય કેટલી જગ્યાએ ચોરી કરી છે અને બીજા કેટલાં ગુનાઓમાં તે સામેલ હતાં કે કેમ? આ વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપી ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.
આ પણ વાંચો:અમદાવાદમાં શીલજમાં અકસ્માતમાં બેના મોત
આ પણ વાંચો:બ્રેમ્પ્ટનમાં ભયાનક અકસ્માત, કુલ 3 ભારતીય વિદ્યાર્થીઓનું દુઃખદ અવસાન, તેમાંથી 2 તો ગુજરાતી
આ પણ વાંચો:ભયંકર અકસ્માતઃ સ્કોડા ગાડીએ 4 થી 5 વાહનોને અડફેટે લેતા 4 લોકો ઘાયલ અને 1નું મોત