Ahmedabad News/ ભયંકર અકસ્માતઃ સ્કોડા ગાડીએ 4 થી 5 વાહનોને અડફેટે લેતા 4 લોકો ઘાયલ અને 1નું મોત

અમદાવાદ મીઠાખળી પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. સ્કોડા ગાડીએ 4 થી 5 વાહનોને અડફેટે લીધા, 4 લોકો ઘાયલ થયા છે. અને 1 મહિલાની હાલત ગંભીર છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આજે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. એક સ્કોડા કારના ચાલકે પોતાની બેફામ ગતિએ 4 થી 5 વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે, જેમાં એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ મહિલાનું થોડીવાર પહેલાં જ મોત થયું છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના મીઠાખળી પાસે ભયંકર અકસ્માત થયો છે. સ્કોડા ગાડીએ 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ 1 મહિલા સિરિયસ હાલત હતી જેનું મોત નીપજ્યું છે. કાર ચાલકને મીઠાખળી ટ્રાફિક પોલીસ સ્ટેશન લવાયો છે. નિલેશ પટેલ નામના યુવકે અકસ્માત સર્જ્યો હતો.  નિલેશ પટેલ નામના યુવક નશામાં હોવાની આશંકા પણ કરવામાં આવી છે.મીઠાખળી છ રસ્તા નજીક આવેલ જૈન દેરાસર પાસે શનિવારે સાંજે 6.30 વાગ્યે એક સ્કોડા કારચાલકે પૂરઝડપે કાર ચલાવીને એક એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી. જે બાદ ત્રણ રાહદારીને અડફેટે લીધા હતા. બાદમાં એક સ્વીફ્ટ કારને અડફેટે લીધા બાદ કાર અથડાતા ઉભી રહી ગઇ હતી.

ફોટોમાં વચ્ચેની રહેલ મહિલાની અકસ્માતમાં મોત 

અકસ્માતને પગલે 250 લોકોનું ટોળુ એકઠુ થયુ હતુ. બાદમાં કારચાલકને ઝડપીને માર માર્યો હતો. તે સમયે કારચાલક દારૂ પીધેલ હાલતમાં હોવાનું લોકોએ જણાવ્યું હતું. મીઠાખળી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નિલેશ પટેલને લઈ આવવામાં આવ્યો છે અને તેની વધુ પૂછપરછ  કરવામાં આવી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આવા બેફામ ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

અગાઉ પણ, અમદાવાદના ગ્રામીણ વિસ્તારમાં બે અકસ્માતોમાં ત્રણ લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાં, વિનોબા ભાવે નગર પાસે એક કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી, જેમાં બે મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એક મુસાફર ઘાયલ થયો હતો. તે સમયે કંભા ભાટપુરા ગામ નજીક રસ્તા પર કામ કરી રહેલા મજૂરો પર એક કન્ટેનર પલટી ગયું હતું, જેમાં એક મજૂરનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ નિયમનો કર્યો અમલ

આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ

આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા