Ahmedabad : ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાથી જ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે, જેના કારણે ગુજરાતીઓએ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો નીચલા સ્તરે હોવાથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં સામાન્ય તાપમાનથી વધુ ડિગ્રી અને અન્ય વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહ્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતભરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી આગાહી કરી છે. રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં કેશોદમાં 15.2 ડિગ્રી સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 18.2 ડિગ્રી, અમદાવાદમાં 19 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 19.8 ડિગ્રી, વડોદરામાં 18.4 ડિગ્રી, ભાવનગરમાં 19.3 ડિગ્રી, રાજકોટમાં 18.1 ડિગ્રી અને વીવી નગરમાં 20.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા કોંગ્રસનો દેખાવો શરૂ
આ પણ વાંચો: આવતીકાલથી વિધાનસભામાં બજેટ સત્ર શરૂ કરાશે, જાણો સમગ્ર વિગતો
આ પણ વાંચો: અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રએ બજેટ પર ‘બૌદ્ધિક સંમેલન’ને સંબોધન કર્યું
