Surat News/ રેવ પાર્ટીનો થયો પર્દાફાશ, વિદેશી મહિલાઓ અને દારૂ સાથે 9 લોકો ઝડપાયા

સુરતમાં મોડી રાત્રે રેવ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતા કડોદરા પોલીસે દરોડો પાડ્યો, વિદેશી મહિલાઓ અને દારૂની મહેફિલ માણતા 9 લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા.

Top Stories Gujarat Surat

Surat News : સુરત જિલ્લાના ચલથાણ ગામમાં એક ફાર્મ હાઉસમાં મોડી રાત્રે રેવ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતા કડોદરા પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે વિદેશી મહિલાઓ અને દારૂની મહેફિલ માણતા 9 લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ભાવનગર, અમરેલી અને સુરતના લોકોનો સમાવેશ થાય છે.

મળતી માહિતી અનુસાર, સુરતના ચલથાણ ખાતે વિદેશી મહિલાઓ અને દારૂની મહેફિલ માણતા 9 ઈસમોના રંગમાં પડ્યો ભંગ, પોલીસે રેડ કરીને ઝડપ્યા હતા. પોલીસે ફાર્મ હાઉસમાંથી વિદેશી દારૂની બોટલો, મોંઘી કાર અને અન્ય વાંધાજનક વસ્તુઓ જપ્ત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો છેલ્લા ઘણા સમયથી આ ફાર્મ હાઉસમાં આવી રેવ પાર્ટીઓનું આયોજન કરતા હતા.

આ ઘટના અંગે કડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ રેવ પાર્ટીમાં અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

@ Akshay Makwana


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા કોંગ્રસનો દેખાવો શરૂ

આ પણ વાંચો: આવતીકાલથી વિધાનસભામાં બજેટ સત્ર શરૂ કરાશે, જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચો: અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રએ બજેટ પર ‘બૌદ્ધિક સંમેલન’ને સંબોધન કર્યું