Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં નાર્કોટિક વિભાગે દરોડા પાડીને બે મેડિકલ સ્ટોર્સમાંથી મોટી માત્રામાં દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. મધ્ય પ્રદેશથી આવેલી નાર્કોટિક વિભાગની ટીમે ધાનેરાના મિત મેડિકલ અને નિશા મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન, ટીમે મેડિકલ સ્ટોર્સમાંથી શંકાસ્પદ દવાઓનો મોટો જથ્થો કબજે કર્યો હતો અને સ્ટોર્સના માલિકોની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન નાર્કોટિક વિભાગના અધિકારીઓ અને મેડિકલ સ્ટોર્સના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
નાર્કોટિક વિભાગની ટીમે કબજે કરેલા દવાઓના જથ્થા સાથે મેડિકલ સ્ટોર્સના માલિકોની અટકાયત કરી હતી અને તેઓને જિલ્લા કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથધરી હતી. ધાનેરા અને થરાદમાં નાર્કોટિક વિભાગના દરોડા પડતા અન્ય મેડિકલ સ્ટોર્સમાં પણ ફફડાટ ફેલાયો હતો.
આ ઘટના અંગે મધ્ય પ્રદેશના નાર્કોટિક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને બાતમી મળી હતી કે આ મેડિકલ સ્ટોર્સમાં ગેરકાયદેસર રીતે દવાઓનો વેપાર થઈ રહ્યો છે. જેના આધારે અમે દરોડા પાડ્યા હતા અને મોટી માત્રામાં શંકાસ્પદ દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ.”
@ Prakash Trivedi
આ પણ વાંચો:સુરેન્દ્રનગર કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા
આ પણ વાંચો:ગૌ સેવકોએ ગાયો ભરેલો ટ્રક પકડ્યો, કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડાનાં બચાવ્યા જીવ
આ પણ વાંચો:મારુતિ કારમાં કચરાની જેમ ભરીને લઈ જઈ રહ્યો હતો 6 ગોવંશ,લોકોએ યુવકને માર્યો ઢોર માર
