Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)માં યુવકે શિવલિંગનું અપમાન કર્યું હોવાની ઘટના બનતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. CCTVના આધારે યુવકની ઓળખ કરાઈ છે. સ્થાનિકોએ યુવકને ઢોર માર મારી બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેરમાં બોપલ વિસ્તારમાં સનસીટી સોસાયટીના મંદિરમાં ઘટના બનવા પામી છે. સોસાયટીમાં આવેલ નાગેશ્વર મંદિરમાં શિવલિંગ પર ગંદકીવાળો કચરો ફેંકતો યુવક CCTVમાં કેદ થયો છે. માહિતી મુજબ છેલ્લા 1 અઠવાડિયાથી યુવક આ કૃત્ય કરતો હોવાનું રહીશોએ દાવો કર્યો છે, એટલું જ નહીં યુવક માનસિક રીતે અસ્થિર હોવાનો રહીશોએ દાવો કર્યો છે.
CCTVના આધારે યુવકની ઓળખ કરવામાં આવી છે. સ્થાનિકોએ યુવકને બરોબરનો મેથીપાક ચખાડ્યો છે. માહિતી મુજબ, યુવક ફ્લેટમાં એકલવાયું જીવન જીવતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે બજરંગદળના કાર્યકરો બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ
આ પણ વાંચો:અમદાવાદ ફાયરબ્રિગેડનો અધિકારી લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો:CCTV ફૂટેજ વેચવાના કૌભાંડ કરનારા ત્રણેયને સાયબર ક્રાઇમ આજે લાવશે અમદાવાદ
