Ahmedabad News/ માટીની ભેખડ પડતા બાળક સહિત 2 લોકો દટાયા, 1 વર્ષીય બાળકીનું મોત

અમદાવાદના ધંધુકા રાણપુર રોડ પર પરિવાર કામ કરતા તે દરમિયાન અચાનક જ માટીની ભેખડ ધસી પડતાં બાળક સહિત 2 લોકો દટાયા અને 1 વર્ષીય બાળકીનું મોત થયું.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદના ધંધુકા રાણપુર રોડ પર સર્જાયેલી હૃદયદ્રાવક ઘટનામાં, એક માતા અને તેમની માસૂમ એક વર્ષની બાળકી માટીના વિશાળ ઢગલા નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે તેઓ પાણીના હોજ માટે ખોદવામાં આવેલા ખાડામાં ઈંટો ગોઠવવાનું કામ કરી રહ્યા હતા. અચાનક જ માટીની ભેખડ ધસી પડતાં આ કરુણ ઘટના બની.

મળતી માહિતી મુજબ, અમદાવાદના ધંધુકા રાણપુર રોડ પર માટીની ભેખડ ધસી પડી હતી, જે માટીની ભેખડ ધસી પડતા બાળક સહિત 2 લોકો દટાયા છે. માતા 1 વર્ષના બાળક સાથે મજૂરી કામ કરી રહી હતી. આ દરમિયાન પાણીના હોજ માટેના ખાડામાં ઈંટનું ચણતર કામ ચાલુ હતું, તે દરમિયાવ આ ઘટના બની હતી. 108 દ્વારા માતા અને બાળકીને હોસ્પિટલ ખસેડાવવામા આવી, ત્યારબાદ ફરજ પરના તબીબોએ 1 વર્ષીય બાળકીને મૃત જાહેર કરી હતી. માતાને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાઈ છે.

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને બોલાવવામાં આવી. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને માતા-પુત્રીને તાત્કાલિક બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી, જ્યારે માતાની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

આ ઘટનાએ સ્થાનિકોમાં શોકનું મોજુ ફેલાવ્યું, ગરીબ પરિવાર માટે આ એક મોટો આઘાત છે. માટીની ભેખડ ધસી પડવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિક લોકો અને અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ ઘટનાએ બાંધકામ સ્થળો પર સલામતીનાં પગલાંની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો છે.

@ HARI OM SOLANKI


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના નિકોલમાં નિર્માણાધીન બિલ્ડીંગની ભેખડ ધસી પડતા બે મજૂરો દટાયા

આ પણ વાંચો: પાટણમાં રેલવેની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત

આ પણ વાંચો: આંબાવાડીમાં ભેખડ ધસી પડતા કિશોરનું મોત,ફાયર બ્રિગેડની છ ગાડીઓ….