Gandhinagar News: અમેરિકા(USA)એ ભારતીય માછીમારો(Fisherman)ને દરિયાઈ કાચબાઓનું (Sea Turtle) રક્ષણ કરવા ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો ભારતીય માછીમારો તેમના જાળામાં ટર્ટલ ડિટરન્ટ ડિવાઇસ (Turtle Deterrent Device)નો ઉપયોગ નહીં કરે, તો તેઓ ભારતમાંથી માછલી, ઝીંગા અને અન્ય દરિયાઈ ઉત્પાદનોની નિકાસ બંધ કરી દેશે.

અનુસંધાને ગુજરાત સરકારે હવે તેના ગુજરાત મત્સ્યઉદ્યોગ (માછીમારી) નિયમો, 2003માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. આ માટે, સરકાર આગામી દિવસોમાં વિધાનસભામાં એક બિલ રજૂ કરશે અને અગાઉના નિયમમાં માછીમારીની જાળમાં TED ફરજિયાત બનાવવાની જોગવાઈ ઉમેરશે. દરિયાઈ કાચબા પાણીને સ્વચ્છ રાખે છે, તેથી અમેરિકા પર્યાવરણીય સંરક્ષણ માટે તેમના સંરક્ષણ પર ભાર મૂકે છે. સરકારે આ માટે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.
![]()
નિયમોમાં સંભવિત સુધારાથી પ્રભાવિત માછીમારો તેમના વાંધા સરકારના કૃષિ, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ વિભાગને મોકલી શકે છે. અંતિમ નિર્ણય લેતા પહેલા સરકાર આ સૂચનો પર વિચાર કરશે. વર્તમાન સુધારા માટેના ડ્રાફ્ટમાં મત્સ્યઉદ્યોગ નિયમોના નિયમ 44 ને ઉમેરવામાં આવ્યું છે, “જ્યારે ટ્રોલ જાળીથી માછીમારી કરવામાં આવે છે, ત્યારે ટ્રોલ જાળીના છેડે ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ (TED) ફીટ કર્યા વિના કોઈપણ જાળીનો ઉપયોગ કરવામાં આવશે નહીં.”
ભારતીય મત્સ્યઉદ્યોગ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અમેરિકાની ચેતવણીને કારણે ભારતને દર વર્ષે $3 બિલિયન અથવા ભારતીય ચલણમાં રૂ. 25,000 કરોડનું નુકસાન થઈ શકે છે. ભારતના કુલ સીફૂડ (Sea food) નિકાસમાં ગુજરાતના યોગદાનને ધ્યાનમાં રાખીને, રાજ્યના માછીમારોને વાર્ષિક રૂ. 1,000 કરોડનું નુકસાન થઈ શકે છે.

2018માં, યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) ફિશરીઝના એક પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત લીધી હતી. અહીં, માછીમારીની જાળમાં TED ના અભાવે તેમણે ભારતમાંથી ઝીંગાની નિકાસ બંધ કરી દીધી. આના કારણે ભારતની નિકાસમાં વાર્ષિક રૂ. 5000 કરોડનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો:પાકિસ્તાની જેલોમાં ભારતીય માછીમારો કેવી સ્થિતિમાં ? કેદીઓ દ્વારા મોકલેલ પત્રમાં ભયાનક વાતો
આ પણ વાંચો:વલસાડના દરિયાકિનારે જાફરાબાદના માછીમારોની દાદાગીરી : દરિયા કિનારે વિરોધ પ્રદર્શન
આ પણ વાંચો:પાકે. લખ્ખણ ઝળકાવ્યા, પાક. મરીને ઓખાની ભારતીય માછીમારોની બોટ પર ફાયરિંગ કરી ડૂબાડી
