Rajkot News/ રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો વીડિયો વાયરલ

વિકૃત માનસના સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાડ્યું છે. 

Top Stories Gujarat

Rajkot News: રાજકોટ(Rajkot)માં સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો વધુ એક વીડિયો (Video) સામે આવ્યો છે. સ્વામીની અશ્લીલ હરકતોનો 5 મિનિટનો વીડિયો વાયરલ થયો છે જેમાં સ્વામીનો ચહેરો સ્પષ્ટ દેખાય છે, વીડિયો વાયરલ થયા બાદ વાલીઓમાં ચિંતા વધી છે.

રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયના વિકૃત સ્વામીએ ફરેણી ગુરુકુળનું નામ અભડાવ્યું છે. સંપ્રદાયને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાવતો વધુ એક વીડિયો આવ્યો છે. સ્વામીની અશ્લીલ હરકતનો 5 મિનિટનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો કલીપમાં સ્વામીનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

રાજકોટના સ્વામીનારાયણ ગુરૂકુળના હરિચરણ સ્વામીના કુકર્મોનો વધુ એક વીડિયો સામે આવતા વાલીઓમાં ચિંતા વધી છે. વિકૃત માનસના સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાડ્યું છે.

અગાઉ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. અગાઉ વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.  આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સાધુનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં વડતાલ શહેર તેમજ રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. વીડિયોમાં સાધુનો યુવક સાથે બાથરૂમમાં કામલીલાનો વીડિયો વાયરલ થતાં દુષ્કર્મ કરવા વિરૂદ્ધ જગતપાવન સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સ્વામીનારાયણ ગુરુકુળને નજીવી કિંમતે જમીન ફાળવણી, અમિત ચાવડાએ CMને લખ્યો પત્ર

આ પણ વાંચો:સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સંતે કર્યો બફાટ, નવરાત્રિને ગણાવી લવરાત્રિ

આ પણ વાંચો:સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ