Gandhinagar/ સ્વામીનારાયણ ગુરુકુળને નજીવી કિંમતે જમીન ફાળવણી, અમિત ચાવડાએ CMને લખ્યો પત્ર

કોંગ્રેસના અમિત ચાવડાએ રાજ્યના CMને પત્ર લખીને સ્વામીનારાયણ ગુરુકુળને નજીવી કિંમતે જમીન ફાલવણી મામલે સખત વિરોધ સાથે આવેદન પત્ર આપીને કાયદેસરની કાર્યવાહીની માગ કરી છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar : કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મોજે ગામ કહાનવાડી, તા. આંકલાવ, જી. આણંદના રહીશો દ્વારા પોતાના ગામની 37-38-75 ચો.મી. જમીન સ્વામીનારાયણ ગુરુકુળને નજીવી કિંમતે ફાળવવા સામે સખત વિરોધ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કહાનવાડી ગામ મહીસાગર નદી કાંઠે વસેલ બક્ષીપંચ સમાજની વસ્તી ધરાવતું ખેતી-પશુપાલનના વ્યવસાય પર નિર્ભર લોકોનું ગામ છે. મહીસાગર નદીમાં વખતો-વખત પુરની પરિસ્થિતિમાં ગામના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ડુબાણમાં જાય છે. વસ્તીમાં વધારો થવાના કારણે ગામતળ વધારવું પણ જરૂરી છે. સદર ગામે આવેલ પડતર જમીન પુરની પરિસ્થિતિમાં ગ્રામજનો અને પશુધન માટે આશ્રયસ્થાન બની રહે છે. ગ્રામજનોની વર્ષોથી લાગણી-માંગણી રહી છે કે સદર સરકારી પડતર જમીનમાં GIDC સ્થાપવામાં આવે તો સ્થાનિકોને રોજગારી મળી રહે. ગ્રામજનોનું સ્થળાંતર અટકે, હાલમાં જ રાજ્ય સરકાર તરફથી આંકલાવ તાલુકામાં GIDC સ્થાપવાની જાહેરાત અનુસંધાને પણ આજ ગામની જમીનોનો સર્વે પણ કરવામાં આવેલ છે.

કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું કે, હાલમાં જ ગ્રામ પંચાયત, ગ્રામસભા કે ગ્રામજનોની જાણ બહાર, કોઈને પણ વિશ્વાસમાં, સંમતિમાં લીધા સિવાય શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટને 37-38-75 ચો.મી. જમીન ફક્ત 37 કરોડમાં શૈક્ષણિક હેતુ માટે આપવાનો રાજ્ય સરકાર તરફથી હુકમ કરવામાં આવેલ છે. ગુરુકુળના વહીવટકર્તા દ્વારા સદર જમીન શૈક્ષણિક હેતુ માટે માંગેલ છે. હકીકતે જોતા સદર કહાનવાડી ગામે 4 પ્રાથમિક શાળાઓ કાર્યરત છે, ધો. 9 થી 12 સુધીની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કાર્યરત છે. અને B.R.S. કોલેજ પણ કાર્યરત છે. વળી સદર ગામથી 10 કિ.મી.ના અંતરમાં વાસદ ખાતે કોમ્પ્યુટર, એન્જીનીયરીંગ અને આર્કિટેક્ટના વિષયો સાથેની ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો કાર્યરત છે.

લખાયેલ પત્ર અનુસાર, આંકલાવ ખાતે કોમર્સ-આર્ટસ કોલેજ પણ કાર્યરત છે. 20 કિ.મી.માં આણંદ-વિદ્યાનગર ખાતે શિક્ષણધામમાં તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ ઉપલબ્ધ છે. જેથી કોઈ નવી શૈક્ષણિક સંસ્થા માટે સમગ્ર વિસ્તારના લોકોની કોઈ જ માંગણી ક્યારેય રહી નથી. વળી કોઈપણ શૈક્ષણિક સંસ્થા સ્થાપવા માટે 5 થી 10 વીઘા જમીન પુરતી છે. પરંતુ સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા અંદાજે 200 વીઘા કરતા વધુ જમીનની માંગણી જ તેમના શૈક્ષણિક હેતુના નામે જમીન હડપવાની મનસા બતાવે છે. નદીકિનારાની જમીન કિંમતી જમીન છે જેની હાલમાં બજાર કિંમત અંદાજે 1 કરોડ રૂપિયે વીઘા જેટલી થવા જાય છે આમ અંદાજે 200 કરોડની જમીન શૈક્ષણિક હેતુનાં નામે ફક્ત 37 કરોડમાં મેળવી ભવિષ્યમાં કરોડો રૂપિયાનો ફાયદો કરવાનો પણ પ્રયત્ન સ્પષ્ટ લાગી રહ્યો છે.

વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે, ‘કહાનવાડી ગ્રામજનોની રજૂઆત, ભૌગોલિક પરિસ્થિતિ, કિંમતી જમીન અને શૈક્ષણિક સંસ્થાઓની ત્યાં હાલમાં પુરતી વ્યવસ્થાઓ હોવાની બાબતને ધ્યાનમાં રાખી સંસ્થાને જમીન ફાળવણીના હુકમની પુન:વિચારણા કરવી જરૂરી જણાય છે. ગ્રામજનોનો વિરોધ અને હકીકતોને ધ્યાને લઇ જમીન ફાળવણીનો હુકમ રદ કરવામાં આવે અને ત્યાં સુધી ગ્રામસભા બોલાવી, ગ્રામજનો સાથે સંવાદ કરી ગ્રામજનોની લાગણી-માંગણી મુજબનું સમાધાન પૂર્વકનું વાતાવરણ સર્જાય ત્યાં સુધી વહીવટીતંત્ર-કલેકટર કચેરીને કોઈ આગળ કાર્યવહી ન કરવા સુચના આપવા વિનંતી છે. કહાનવાડી, તા. આંકલાવની સરકારી પડતર જમીન સંસ્થાને ફાળવવા માટેનો હુકમ રદ કરી સદર જમીનમાં GIDCની સ્થાપના કરવા મારી આગ્રહભરી ભલામણ છે.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સગીર પીડિતાના બાહ્ય ગુપ્તાંગ સાથે સહેજ શારીરિક સંપર્ક પણ લૈંગિક હુમલો ગણાશે: કેરળ હાઈકોર્ટ

આ પણ વાંચો:કેદીએ તેના પરિવાર સાથે કોર્ટમાં પોલીસ પર કર્યો હુમલો, કેસ નોંધાયો

આ પણ વાંચો:માલવણમાં યુવક પર હુમલો, મહિલા સરપંચ પતિ પર આરોપ