લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે. આમાં લગભગ 90 ઉમેદવારોની જાહેરાત શક્ય છે. 2 માર્ચે ભાજપે પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોની જાહેરાત કરી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહના નામ પણ હતા.
કોંગ્રેસે ગઈકાલે તેની બીજી યાદી પણ બહાર પાડી છે. તેમાં 43 ઉમેદવારોના નામ હતા. કોંગ્રેસ દ્વારા 8 માર્ચે પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં 39 ઉમેદવારોના નામ હતા. એકંદરે કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં 82 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આજે સમગ્ર દેશની નજર બીજેપીની બીજી યાદી પર ટકેલી છે, જેમાં મધ્યપ્રદેશની 5 સીટો માટેના ઉમેદવારોના નામ પણ હશે.
#WATCH | BJP Central Election Committee (CEC) meeting underway at the party headquarters in Delhi pic.twitter.com/bC2ZXnHwe3
— ANI (@ANI) March 11, 2024
મધ્યપ્રદેશના 5 ઉમેદવારોના નામ પણ ફાઈનલ
તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી (BJP)ની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બીજી બેઠક સોમવારે દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં યોજાઈ હતી. વડા પ્રધાન મોદી લગભગ 8 વાગ્યે બેઠકમાં આવ્યા હતા અને ત્યારબાદ લગભગ 3 કલાક સુધી ઉમેદવારોના વિચાર-મંથનમાં સામેલ રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ગુજરાત, બિહાર, છત્તીસગઢ, તમિલનાડુ અને ઓડિશા સહિત ઘણા રાજ્યોના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. ગુજરાતની બાકીની 11 બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી અને 7 ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા છે.
Lok Sabha polls: BJP CEC meeting concludes; 90 candidates finalized, say sources
https://t.co/6qPk4PtmiW
Download the TOI app now:https://t.co/2Rmi5ecUTa— Vinod KumarTOI🇮🇳 (@vinod904) March 12, 2024
મધ્યપ્રદેશની 5 લોકસભા સીટો ધાર, ઈન્દોર, ઉજ્જૈન, છિંદવાડા અને બાલાઘાટ માટેના ઉમેદવારોના નામ પણ ફાઈનલ થઈ ગયા છે. પ્રથમ યાદીમાં ભાજપે મધ્યપ્રદેશની 29માંથી 24 બેઠકો પર જ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
આ છે મધ્યપ્રદેશના 5 સંભવિત ઉમેદવારો
રાણી જાટવા (ઉજ્જૈન), ગજેન્દ્ર સિંહ રાજુખેડી (ધાર), શંકર લાલવાણી (ઈન્દોર), મૌસમ બિસેન, વૈભવ પવાર (બાલાઘાટ), મોનિકા બટ્ટી, નથ્ન શાહ (છિંદવાડા).
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
