Kutch News/ SMC એ બોલાવ્ચો સપાટો, 67.25 લાખ રૂપિયાના 52 હજાર બિયરના ટિન સાથે 1ની ધરપકડ

કચ્છમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટી કાર્યવાહી કરી, મુંબઈથી ગાંધીધામ તરફ ગેરકાયદેસર રીતે લવાતો લાખો રૂપિયાનો બિયરનો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ અને 2 સામે ફરિયાદ નોંધાઈ છે.

Top Stories Gujarat Others Breaking News

Kuch News : કચ્છ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ એક મોટી કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદેસર દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે SMCની ટીમે મુંબઈથી ગાંધીધામ તરફ આવી રહેલી એક ટ્રકને અટકાવીને તપાસ કરતાં તેમાંથી મોટી માત્રામાં બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આ દરોડામાં પોલીસે કુલ 52,000 બિયરના ટીન જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત અંદાજે 67.25 લાખ રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત, પોલીસે ટ્રક સહિત અન્ય વસ્તુઓ પણ જપ્ત કરી છે, જેની કુલ કિંમત 1.02 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે.

SMC પોલીસે આ કેસમાં ગણપતસિંહ રાઠોડ નામના એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ હાલમાં આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને દારૂની આ ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ બિયરનો જથ્થો મુંબઈથી ગાંધીધામમાં લાવવામાં આવી રહ્યો હતો, જ્યાં તેને અન્ય સ્થળોએ પહોંચાડવાની યોજના હતી. SMCની આ સફળ કાર્યવાહીથી કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી પર અંકુશ મેળવવામાં મદદ મળશે.

@ MAHENDRA MARU


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: SMC એ બોલાવ્યો સપાટો, વોન્ટેડ ક્રિકેટ બુકીઓ સાથે લાખોનો મુદ્દામાલ ઝડપાયો

આ પણ વાંચો: SMC પોલીસ સ્ટેશનમાં NDPSનો પ્રથમ કેસ, ડ્રગ્સ સાથે નાઇજિરિયન યુવતીની ધરપકડ

આ પણ વાંચો: મોરબી : SMCની રેડ બાદ 2 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ