Morbi News/ મોરબી : SMCની રેડ બાદ 2 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

PSI પાતળિયા અને HC પી.બી.ઝાલા સસ્પેન્ડ

Top Stories Gujarat Breaking News

Morbi News : મોરબીમાં SMCની રેડને પગલે બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. SMC ના દરોડા બાદ PSI પાતળિયા અને HC પી.બી.ઝાલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ગત રોજ શનાળા ગામમાં આવેલા એક ગોડાઉન પર SMC ના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો.

આ દરોડામાં દારૂના મસમોટા જથ્થા સાથે એક કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ ઘટના બાદ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકે કડક કાર્યવાહી કરતાં PSI પાતળિયા અને HC પી.બી.ઝાલાને સસ્પેન્ડ કર્યા છે.

SMCની ટીમ દ્વારા શનાળા ગામમાં કરવામાં આવેલી રેડમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકે આ બંને પોલીસ કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ માની તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.
આ ઘટનાએ મોરબીમાં ચકચાર મચાવી દીધી છે. લોકોમાં પોલીસ તંત્ર પરથી વિશ્વાસ ઉઠવાની શક્યતા છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુડિયા હત્યા કેસ: પોલીસ કસ્ટડીમાં મૃત્યુ કેસમાં IG સહિત 8 પોલીસકર્મીઓને આજીવન કેદ

આ પણ વાંચો: મોરબીમાં ગોડાઉન પર દરોડો પાડી પોલીસે દારૂના જથ્થા સાથે 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબેજે કર્યો

આ પણ વાંચો: સુરતમાં લોકોને બ્લેકમેલ કરીને લાખો રુપિયા પડાવનારની પોલીસે કરી ધરપકડ