Amreli News/ ઘેટાં ચરાવતા બાળકનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત, 3.5 કલાક બાદ મળ્યો મૃતદેહ

Boy Drowns in Pond: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામમાં ઘેટાં-બકરાં ચરાવવા ગયેલા 10 વર્ષના બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. ફાયર વિભાગે 3.5 કલાકના સર્ચ ઓપરેશન બાદ મૃતદેહ બહાર કાઢ્યો.

Gujarat Top Stories Others
Boy Drowns in Pond: 10 વર્ષ,ના બાળકનું મોત

Amreli News: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા (Mota Devliya) ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘેટાં-બકરાં ચરાવવા ગયેલા 10 વર્ષના માસૂમ બાળકનું તળાવમાં ડૂબી જવાથી (Boy Drowns in Pond) મોત નીપજ્યું છે. ફાયર વિભાગે સાડા ત્રણ કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Boy Drowns in Pond: ઘેટાં ચરાવતા સમયે બની દુર્ઘટના

પ્રાપ્ત માહિતી મુજબ, મોટા દેવળિયા ગામનો 10 વર્ષીય ભરત તળાવની આસપાસ ઘેટાં-બકરાં ચરાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેનો પગ લપસતાં તે તળાવના ઊંડા પાણીમાં પડી ગયો. આસપાસના લોકોએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પાણીમાં ગરકાવ થઈ ગયો.

3.5 કલાક સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન

Boy Drowns in Pond: 10 વર્ષ,ના બાળકનું મોત

ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગ અને બાબરા પોલીસની (Babra Police) ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ તળાવમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. સતત સાડા ત્રણ કલાકની જહેમત બાદ બાળકનો મૃતદેહ પાણીમાંથી બહાર (Child Drowning) કાઢવામાં આવ્યો હતો.

પરિવારમાં શોકનો માહોલ

માસૂમ બાળકનો મૃતદેહ બહાર આવતા જ પરિવારજનોમાં આક્રંદ મચી ગયો હતો. ગામના લોકો પણ ઘટનાથી સ્તબ્ધ બની ગયા હતા. રમતિયાળ ઉંમરે બાળકના મોતથી સમગ્ર મોટા દેવળિયા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

પોલીસે તપાસ શરૂ કરી

બાબરા (Babra)  પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને અકસ્માત કેવી રીતે બન્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. ભારે વરસાદના દિવસોમાં તળાવો અને અન્ય જળાશયો નજીક બાળકોને એકલા ન જવા દેવા તંત્રએ પણ અપીલ કરી છે.


આ પણ વાંચો: પાટણમાં પરિવાર સાથે કપડા ધોવા ગયેલી બે બાળકીઓનાં ડૂબી જતા મોત, તળાવમાં નહાવા પડતા ડૂબી ગઈ

આ પણ વાંચો: ગાંધીનગર નજીક મેદરા કેનાલમાં સેલ્ફી લેતા ત્રણ મિત્રો ડૂબ્યા, 1નું મોત

આ પણ વાંચો: ગોમતી નદીમાં બે યાત્રિકો ડૂબ્યા, એકનો બચાવ, બીજા યુવકની શોધખોળ ચાલુ