Uttar Pradesh News:/ યુપી ચૂંટણી પહેલાં બસપામાં ભૂકંપ, બસપા સુપ્રીમો માયાવતીએ 2 દિગ્ગજ નેતાઓની પાર્ટીમાંથી કરી હકાલપટ્ટી

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં બસપામાં મોટો રાજકીય ફેરફાર. સુપ્રીમો માયાવતી (Mayawati)એ શિસ્તભંગના આરોપસર પૂર્વ રાજ્યસભા સાંસદ અશોક સિદ્ધાર્થ અને વરિષ્ઠ નેતા રણધીર સિંહ બેનીવાલને પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી હાંકી કાઢ્યા છે.

India Breaking News
Mayawati

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં બહુજન સમાજ પાર્ટીમાં મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. બસપા પ્રમુખ માયાવતી (Mayawati)એ શિસ્તભંગ અને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર પૂર્વ રાજ્યસભા સાંસદ અશોક સિદ્ધાર્થ તથા વરિષ્ઠ નેતા રણધીર સિંહ બેનીવાલને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. માયાવતીએ સ્પષ્ટ કર્યું છે કે અશોક સિદ્ધાર્થને ભવિષ્યમાં પણ પાર્ટીમાં ફરીથી સામેલ કરવામાં આવશે નહીં.

બસપા સુપ્રીમો Mayawati નો મોટો નિર્ણય

માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે અશોક સિદ્ધાર્થ (Ashok Siddharth)સામે લાંબા સમયથી શિસ્તભંગ અને પાર્ટીના આદેશોની અવગણનાની ફરિયાદો મળી રહી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન ટિકિટ વહેંચણી અને સંગઠન સાથે તાલમેલના મુદ્દે પણ તેમની સામે ગંભીર ફરિયાદો થઈ હતી. અગાઉ ચેતવણી બાદ તેમને ફરી જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ ફરી ફરિયાદો મળતા આ કડક નિર્ણય લેવામાં આવ્યો.

પાર્ટીના કાર્યકરોએ કરી હતી ફરિયાદ

Mayawati
BSP Supremo Mayawati’s major decision

સુપ્રીમો માયાવતીના જણાવ્યા મુજબ કર્ણાટક, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાંથી અશોક સિદ્ધાર્થ સામે સતત ફરિયાદો મળી રહી હતી. વારંવાર સૂચનાઓ છતાં તેમની કાર્યશૈલીમાં સુધારો ન જોવા મળતા તેમને તમામ સંગઠનાત્મક જવાબદારીઓમાંથી મુક્ત કર્યા બાદ હવે પાર્ટીમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે.

રણધીર સિંહ બેનીવાલ સામે પણ કડક પગલાં

પાર્ટી (BSP)ના વરિષ્ઠ સંયોજક રણધીર સિંહ બેનીવાલને પણ શિસ્તભંગ અને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર બસપામાંથી બહાર કરવામાં આવ્યા છે. તેઓ પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સંગઠન મજબૂત કરવાની જવાબદારી સંભાળી રહ્યા હતા. માયાવતીના જણાવ્યા મુજબ તેમની સામે પણ લાંબા સમયથી ફરિયાદો મળતી હતી.

ચૂંટણી પહેલાં સંગઠનમાં મોટા ફેરફાર

સુપ્રીમો માયાવતીએ જણાવ્યું કે પાર્ટીમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય સ્તરે ફેરફારો કરવામાં આવી રહ્યા છે. રાજ્યસભા સાંસદ રામજી ગૌતમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. સાથે જ ઉત્તર પ્રદેશની બહાર સંગઠન સંભાળતા નેતાઓને હાલ રાજ્યમાં કોઈ નવી જવાબદારી આપવામાં આવશે નહીં. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં બસપાના આ નિર્ણયને સંગઠનમાં શિસ્ત જાળવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો: માયાવતીના નિર્ણયોથી BSP પર સંકટ, ઉત્તર પ્રદેશમાં 2027 ચૂંટણી પહેલા નેતાઓની હકાલપટ્ટીથી રાજકીય સમીકરણ બદલાયું

આ પણ વાંચો: આકાશ આનંદના પરત ફર્યા બાદ માયાવતીએ 16 એપ્રિલે BSPની મહત્વપૂર્ણ બેઠક બોલાવી, 300 થી વધુ અધિકારીઓ હાજરી આપશે

આ પણ વાંચો: BSPના તમામ પદો પરથી આકાશ આનંદને કેમ દૂર કરવામાં આવ્યા? માયાવતીએ પોતે કારણ આપ્યું હતું